2000 Rupee Currency: રાજકોટના પેટ્રોલ પંપો પર લાગી લાઈનો, 2000 ની નોટ લઈને પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે લોકો
2000 Rupee Currency: કાલે સાંજે જેવી બે હજારની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી લોકો ફરી જૂના દિવસો યાદ કરવા લાગે છે. કારણ કે પહેલીવાર જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે લોકોને લાઈનમાં ઉભા રહ્યા હતા.
![2000 Rupee Currency: રાજકોટના પેટ્રોલ પંપો પર લાગી લાઈનો, 2000 ની નોટ લઈને પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે લોકો People are coming to supply petrol in Rajkot with 2000 Rupee Currency notes 2000 Rupee Currency: રાજકોટના પેટ્રોલ પંપો પર લાગી લાઈનો, 2000 ની નોટ લઈને પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે લોકો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/5b10586353c177d0b84f59cb36822aba1684559111151397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2000 Rupee Currency: કાલે સાંજે જેવી બે હજારની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી લોકો ફરી જૂના દિવસો યાદ કરવા લાગે છે. કારણ કે પહેલીવાર જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે લોકોને લાઈનમાં ઉભા રહ્યા હતા. રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં 2000ની નોટો ઢગલાબંધ આવવા લાગી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની 2000 ની નોટ આવી છે. મોટાભાગના લોકો 2,000 ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો 2000 ની નોટ લઈને આવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો ઓછો ઉપયોગ કરી રહ્યા છે.
રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં પણ લોકો 2,000 ની નોટ લઈને આવી રહ્યા છે. 50 કે સો રૂપિયાનો માલ લેવો હોય અને લોકો 2000 ની નોટ કાઢે છે. વેપારીએ કહ્યું 2000 ની નોટના છૂટા કેમ આપવા. 2000 ની નોટ અત્યાર સુધી માર્કેટમાં દેખાતી નહોતી પરંતુ ગઈકાલ રાતથી મોટી સંખ્યામાં 2000 ની નોટ દેખાઈ રહી છે.
2000ની નોટ "સફેદ હાથી"? એક નોટ છાપવાનો કેટલો આવે ખર્ચ?
દેશમાં ફરી એકવાર નોટબંધી થઈ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે બજારમાં હાજર 2000 રૂપિયાની તમામ નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. એટલે કે 2000 રૂપિયાની નોટો હવે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, 2000 રૂપિયાની નોટની માન્યતા યથાવત રહેશે, એટલે કે જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો ગભરાવાની જરૂર નથી. તમે તેને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરાવી શકો છો.
8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નોટબંધીનો હેતુ મની લોન્ડરિંગ અને કાળા નાણાને દૂર કરવાનો હતો. આ પછી સરકારે નવી 500ની નોટ બહાર પાડવાની જાહેરાત કરી હતી. ત્યારે જ 2000 રૂપિયાની નોટો પણ ચલણમાં આવી હતી. જાણો RBI 2000 હજાર રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ કરે છે.
રૂપિયા 2000ની નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ આવે?
ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) અનુસાર, 2000 હજાર રૂપિયાની એક નોટ છાપવા માટે 3 રૂપિયા 54 પૈસા ખર્ચ થાય છે. જ્યારે 500 રૂપિયાની નોટ છાપવા માટે 3 રૂપિયા 09 પૈસા ખર્ચ થાય છે. BRBNMPL એ માહિતી અધિકાર (RTI)ના જવાબમાં જણાવ્યું હતું કે, તે RBI પાસેથી 500 રૂપિયાની 1000 નોટ છાપવા માટે 309 રૂપિયા વસૂલે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)