શોધખોળ કરો
Advertisement
રાજકોટ: યુવક ફેસબુક પર ફેક આઈડી બનાવીને મેસેન્જરમાં નગ્ન થઈ વીડિયો કોલ કરીને વેપારીની પત્નીને કેવી હરકતો કરતો? જાણો વિગત
ફરિયાદના આધારે પીએસઆઇ જે.બી.આહિર સહિતની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી પરિણીતાને પરેશાન કરતા નવનીત અનિલભાઇ રૈયાણીની ધરપકડ કરી હતી.
રાજકોટ: કાપડ વેપારીની પત્નીને ફેસબુક મેસેન્જર પરથી બીભત્સ મેસેજની સાથે નગ્ન હાલતમાં વીડિયો કોલ કરનારા મુળ રાજકોટના યુવકને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિંગણપોરમાં રહેતા યુવક કાપડનો વેપારી છે. તેમની 31 વર્ષની પત્નીના નામના ફેક ફેસબુક એકાઉન્ટ પરથી અશ્લીલ મેસેજો મોકલાતા હતા.
ફેસબુક પર બનાવાયેલા આ ફેક આઈડી પરથી પરિણીતાને હેરાન કરવા સાથે ફેસબુક મેસેન્જર પરથી વીડિયો કોલ કરીને પણ ત્રાસ અપાતો હતો. યુવક સંપૂર્ણ નગ્ન થઈ વીડિયો કોલ કરીને પણ અશ્લીલ હરકતો કરતો હતો. પીડિતાએ આ મામલે પતિને વાત કરતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
ફરિયાદના આધારે પીએસઆઇ જે.બી.આહિર સહિતની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી પરિણીતાને પરેશાન કરતા નવનીત અનિલભાઇ રૈયાણીની ધરપકડ કરી હતી.
નવનીત અંકલેશ્વરની ખાનગી કંપનીમાં જોબ કરે છે. ફેસબુક પર ફેક આઈડી બનાવી પરિણીતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ બિભત્સ મેસેજ સાથે વીડિયો કોલ કરી રંઝાડતો હોવાની તેને કબૂલાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement