સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલે પોલીસે કરી છની ધરપકડ, આરોપીઓમાં એક પ્રિન્સિપાલ પણ સામેલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધીમાં એક કોલેજના કલાર્ક સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધીમાં એક કોલેજના કલાર્ક સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને તેઓની ધરપકડ કરી છે. આરોપીમાં અમરેલીના બાબરાની કોલેજનો પ્રિન્સિપાલ પણ સામેલ છે. રાજકોટ પોલીસના અનુસાર સવારે 10 વાગ્યે અર્થશાસ્ત્રનું પેપર હતું. જો કે, એક વ્હોટ્સએપ ગ્રુપમાં સવારે 9 વાગીને 11 મિનિટે પેપર વાયરલ કરી દેવાયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર વ્હોટ્સએપ ગ્રુપમાં આલેશ ચોવટિયા નામના વિદ્યાર્થીએ પેપર અપલોડ કર્યું હતું. આલેશ ચોવટિયાને ઝડપી લઈ પૂછપરછ કરાતા દિવ્યેશ ધડૂક નામના વિદ્યાર્થીનું નામ ખુલ્યું હતું. દિવ્યેશે જ આલેશને પેપર આપ્યું હતું. રાજકોટ પોલીસની બીજી ટીમ દિવ્યેશ ધડૂક પાસે પહોંચી હતી. તેણે મૂળ ચોટીલાના અને હાલ લાઠી પાસે રહેતા પારસ રાજગોર નામના વિદ્યાર્થીનું નામ આપ્યું હતું. રાતે જ પોલીસની ત્રીજી ટીમ પારસ રાજગોર પાસે પહોંચી અને તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં બાબરાની લૉ કોલેજના પ્રિન્સિપાલનું નામ ખુલ્યું હતું. બાબરાની સરદાર પટેલ લૉ કૉલેજના પ્રિન્સિપાલ દિલાવર કૂરૈશી નીકળ્યો પેપરલીક કાંડનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો હતો. પ્રિન્સિપાલે જ કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરાને પેપરનો ફોટો પાડવાનું કહી પારસને મોકલવા કહ્યું હતું. પોલીસે આરોપી પ્રિન્સિપાલ દિલાવર કુરૈશી, ક્લાર્ક રાહુલ પંચાસરા અને પટ્ટાવાળા ભીખુ સેજલિયાને પણ ઝડપી લીધા છે.
પેપર ફૂટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે અર્થશાસ્ત્રનું પેપર રદ કર્યું હતું. આ પેપર 3 જાન્યુઆરીએ ફરી લેવાશે.
Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર
મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?
કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર