PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીએ રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 1100 કરોડના ખર્ચે રાજકોટમાં અધ્યતન એઇમ્સ હોસ્પિટલ બની છે.
રાજકોટ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 1100 કરોડના ખર્ચે રાજકોટમાં અધ્યતન એઇમ્સ હોસ્પિટલ બની છે. પરા પીપળીયા ખાતે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inspects AIIMS Rajkot.
Prime Minister will inaugurate, dedicate to the nation, and lay the foundation stone of multiple development projects worth more than Rs 48,100 crores at Race Course Ground, Rajkot. pic.twitter.com/S8EENOJxkt— ANI (@ANI) February 25, 2024
પ્રધાનમંત્રી મોદીએ રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્ષ સુધીનો રોડ શો કર્યો. પીએમ મોદીની ઝલક મેળવવા લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. રાજકોટમાં ભવ્ય રોડ શો શરુ થઈ ગયો છે. એઈમ્સનું લોકાર્પણ કર્યા બાદ તેઓ હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું હતું. જુના એરપોર્ટ થી રોડ શોમાં નાગરિકોનું અભિવાદન ઝીલતા તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.
પીએમ મોદીએ જનસભાને સંબોધતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ભરપુર પ્રસંશા કરી હતી, પીએમ મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, મને આ બ્રિજ અંગે પબુભા માણેક અનેકવાર રજૂઆત કરતા હતા, પીએમે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પબુભા માણેક બ્રિજ અંગે જ રજૂઆત કરતા હતા, પબુભા માણેકે સંકલ્પ લીધો હતો કે બ્રિજનું કામ કરવું જ છે, અને આજે જ્યારે આ બ્રિજનું કામ છે ત્યારે પબુભા સૌથી વધારે ખુબ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા જાહેર સભામાં પહોંચ્યા હતા. તે સમયે મોટી જનમેદની એ મોદી મોદી નાં નારા લગાવ્યા હતા. મોદી ને સાંભળવા આતુર લોકો એ ભારત માતા કી જયનાં પણ નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, દ્વારકાની ભૂમિને નમન. ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી. અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ. સુદર્શન સેતુના લોકાર્પણની તક મળી. સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, દ્વારકામાં આસ્થાના અનેક કેંદ્રો આવેલા છે. આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ થયો. આજે દરિયામાં પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા. અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે.
આ પહેલા દ્વારકાના દરિયામાં પીએમ મોદીએ ખાસ સ્કૂબા ડાઇવિંગ કર્યુ હતુ, પીએમ મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગની મજા માણી હતી. પીએમે દ્વારકા દરિયામાં જઇને પૌરાણિક કૃષ્ણ નગરીના દર્શન કર્યા હતા, તેમને આ દરિયામાં દ્વારકાના દર્શનને દિવ્ય અનુભવ ગણાવ્યો હતો.