શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો.
  • જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો.
  • હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી.
  • 16 રાજ્યોમાં ભારે વાવાઝોડા, વરસાદ અને તોફાની પવનોની ચેતવણી.

રાજકોટ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.  રાજકોટના કાલાવડ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે.  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો  ખીરસરા,  રણમલજી, વિરડા વાજડી,  વડ વાજડી અને મેટોડામાં વરસાદ વરસ્યો છે. 

જામનગર જિલ્લામાં વરસાદ

જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.  કાલાવડ પંથકમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે.  કાલાવડ પંથકમાં માવઠું પડ્યું છે. કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.  કમોસમી વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા.

હવામાન વિભાગનું નાઉકાસ્ટ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરી છે.  પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.  સાંજના 06:00 વાગ્યાથી લઈને  રાતના 9:00 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હતી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા  છે.  જેમાં 22 મેના રોજ  સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે  22મેના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.  બીજી તરફ સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ હતી.

કાલે આ જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 23 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથની સાથે ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.  દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ

હવામાન વિભાગે 16 રાજ્યોમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે 16 રાજ્યોમાં ભારે વાવાઝોડા, વરસાદ અને તોફાની પવનો માટે ચેતવણી જારી કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર,  અનેક  જગ્યાએ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારત, પર્વતીય રાજ્યો અને દક્ષિણ ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ માને છે કે ચોમાસા પહેલાની પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે અને આ ફેરફાર આગામી દિવસોમાં ગરમીથી રાહત આપી શકે છે. જો કે, હાલ માટે લોકોએ ગરમી અને વરસાદ બંને બેવડી ઋતુ માટે તૈયાર રહેવું જોઈએ.

Frequently Asked Questions

રાજકોટ જિલ્લામાં ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે?

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખીરસરા, રણમલજી, વિરડા વાજડી, વડ વાજડી અને મેટોડામાં વરસાદ વરસ્યો છે.

જામનગર જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે?

હા, જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા.

હવામાન વિભાગે રાજકોટ માટે આગામી ત્રણ કલાક માટે શું આગાહી કરી છે?

હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

23 મેના રોજ કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે?

23 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Advertisement

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget