શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ, માંગરોળના દરિયા કિનારે લગાવાયું 3 નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવામા આવ્યું છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવામા આવ્યું છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામા વરસાદી માહોલ જામ્યો છે. માંગરોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તારમા પણ વરસાદી માહોલ જામ્યો હતો. માણાવદર અને માળીયાહાટીનામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 અને 25 તારીખે રાજયમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર પર લો પ્રેશર સક્રિય થતા રાજયમાં આગામી 24 અને 25 તારીખે વરસાદની આગાહી કરવામા આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં સિઝનનો 124.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.રાજયના 10 તાલુકાઓ તો એવા છે કે, જ્યાં 100 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.માત્ર પાંચ જ જિલ્લામાં 100 ટકા કરતા ઓછો વરસાદ વરસ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement