શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો
રાજકોટ શહેરમાં સાડા છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદી વહી નીકળી હતી.
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદ પડ્યો છે. જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ પંથક સહિત સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કાલાવાડમાં 16 ઇંચ, દ્વારકામાં 11, કલ્યાણપુરમાં 8.50, માણવદર ફલ્લા - કેશોદમાં 8, રાજકોટમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજકોટ શહેરમાં સાડા છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદી વહી નીકળી હતી.
રાજકોટ જિલ્લામાં પડધરી ખાતે સાત ઇંચ, લોધિકામાં ત્રણ, જામકંડોરણા બે ઈંચ, જસદણ, કોટડાસાંગાણી ખાતે એક-એક ઈંચ, ઉપલેટા - જેતપુર - ધોરાજીમાં અર્ધો ઈંચ તથા ગોંડલમાં આજના ભારે ઝાપટાં સહિત 24 કલાકમાં અઢી ઈંચ નોંધાયો છે. ઉપલેટાનાં ઢાંકમાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ થયો છે.
જામનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ પડ્યો છે જયારે જિલ્લામાં જોડિયામાં અઢી અને જામંજોધપુર બે ઈંચ, લાલપુર ત્રણ, ધ્રોલ પાંચ ઈંચ, કાલાવડના નિકાવા ગામે 24 કલાકમાં 7 ઈંચ તેમજ કાલાવડ નગરમાં તો આજે એક સામટે બાર ઈંચ વરસાદ પડી ગયો હતો.
દ્વારકામાં રાત્રીનાં બે વાગ્યા સુધીમાં 6 કલાકમાં 11 ઈંચ પાણી વરસી જતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતાં. રવિવારે રાતે 10થી સોમવારે સાંજે 6 સુધીમાં ખંભાળિયામાં વધુ સાડા ચાર ઈંચ, ભાણવડમાં પાંચ ઈંચ, કલ્યાણપુરમાં સવા આઠ ઈંચ વરસાદ થઈ ગયો હતો.
જૂનાગઢના માણાવદરમાં ગઈકાલે સાડા ચાર ઈંચ સહિત 24 કલાકમાં 8 ઈંચ, તથા ગ્રામ્ય પંથકમાં પણ 8થી 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વંથલી અને માળિયા (હા) ખાતે અઢી - ત્રણ, માંગરોળમાં 3, વિસાવદર અને મેંદરડામાં સાડા ચાર ઈંચ તથા કેશોદમાં તો સાત ઈંચ વરસી ગયો છે. ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળમાં એક ઈંચ, તાલાલા - સુત્રાપાડામાં અર્ધો - પોણો ઈંચ, કોડીનાર એક ઈંચ તથા ગીરગઢડામાં મૂશળધાર અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ડોળાસામાં સતત ચોથા દિવસે બે ઈંચ વરસાદ પડયો છે. ઉના શહેર અને ગ્રામ્યમાં 24 કલાકમાં ચાર ઈંચ જેવો વરસાદ થયો, જે દરમિયાન સૈયદ રાજપરામાં દરિયાની ર ક્ષક દીવાલમાં ગાબડું પડયું હતું,તો બે માળનાં એક મકાનની દીવાલ તૂટી પડતાં ઘરવખરી તણાઈ ગઈ હતી. લોઢવામાં 48 કલાકમાં 7 ઈંચ વરસાદ થયો છે.
મોરબીમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં એક, માળિયામિયાણામાં પણ દોઢ, હળવદમાં બે તથા ટંકારામાં 24 કલાકમાં ચાર ઈંચ એમ જિલ્લામાં સાર્વત્રિક સારી મેઘમહેર શરૂ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement