Rajkot : ઘોડિયામાં સૂતેલા બાળકને કૂતરાએ બચકા ભરતાં થયું મોત, પરિવારમાં માતમ
ઘોડિયામાં સુતેલા 9 માસના બાળકને કૂતરાએ બચકા ભરતા મોત થયું છે. ઢેબચડા ગામની સિમમાં કરુણ ઘટના બની છે. હડકાયા કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો.
રાજકોટઃ ઘોડિયામાં સુતેલા 9 માસના બાળકને કૂતરાએ બચકા ભરતા મોત થયું છે. ઢેબચડા ગામની સિમમાં કરુણ ઘટના બની છે. હડકાયા કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું. માસુમ બાળકના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, ઠેબચડાની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા. તેમણે નવ માસના સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, અચાનક જ કૂતરો ત્યાં આવી ગયો હતો અને ઘોડિયામાં સુતેલા સાહિલને કૂતરાએ ગળે બચકું ભરી લેતા મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા જતાં સાહિલના પિતા સહિત બે લોકોને પણ કૂતરાએ બચકાં ભરતા બંનેને પણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
કૂતરાના કરડવાથી બાળકે ચીસાચીસ કરી હતી. બાળકની ચીસો સાંભળી પિતા પારસભાઇ અને એક વૃદ્ધા તેને બચાવા દોડ્યા હતા અને ઘોડિયા નજીક જતા જ કૂતરાએ પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકાં ભરી લીધા હતા. કૂતરાએ સાહિલને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી પડી રહ્યો છે વરસાદ, જાણો સંપૂર્ણ વિગત
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામા એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ધંધુકા અને અમરેલીના સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેમજ ધોલેરામાં પણ 5 મીમી વરસાદ પડ્યો હતો. આ પહેલા 7મી જૂને રાજ્યના 12 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલીના લાઠીમાં સૌથી વધુ બેથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહિત આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ. 10 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ.
11 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસશે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે.
12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે.
પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તો પ્રિ-મોનસૂનના આરંભે જ રાજ્યમાં આફત શરૂ થઈ ગઈ છે. વીજળી પડતા રાજ્યમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જેમાં લીંબડીના જાંબુ અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી બેના મોત નિપજ્યા છે. જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો આ તરફ ધંધુકાના જીળાય ગામમાં વાવાઝોડાથી ફંગોળાતા 11 વર્ષનો બાળક કેનાલમાં ગરકાય થયો હતો.