Rajkot : હોટલમાં યુવકે યુવતીની હત્યા કરી પોતે પણ કર્યો આપઘાતનો પ્રાયસ, કોણ છે આ કપલ અને શું છે આખો મામલો?
કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કચ્છનો યુવક અને જામનગરની યુવતી રાજકોટમાં આવ્યા હતા.
રાજકોટઃ કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કચ્છનો યુવક અને જામનગરની યુવતી રાજકોટમાં આવ્યા હતા. હોટલ નોવાના રૂમ નંબર 301માં યુવતીની હત્યા કરી યુવકે એસિડ પીધું. યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો. એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . યુવકે યુવતીની હત્યા કરતાં પહેલાં પરિવારને ફોન પર જાણ કરી હતી.
યુવતીએ માતા પાસે મદદ માંગી છતાં યુવકે કરી યુવતીની હત્યા. યુવતીના માતા પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જ યુવતીએ જીવ ગુમાવ્યો. યુવકનું નામ જેમીશ દેવાયતકા અને યુવતીનું નામ ધ્રુવા જોશી છે. સવારથી યુવક અને યુવતી નોવા હોટલમાં રોકાયા હતા. હત્યા અને આપઘાત મામલે એસીપી જી.એસ ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે, યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું પ્રાથમિક તારણ છે. યુવતી અને યુવક સવારે ૯ વાગ્યે હોટેલમાં આવ્યા હતા. યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી હતી. હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ કરાશે. યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યા. ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ.
બનાસકાંઠાઃ પાલનપુર તાલુકા ના ફતેપુર ગામે આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સગા પુત્રે જ પિતાની હત્યા કરી નાંખી છે. 2 દિવસ અગાઉ રાત્રે ઊંઘમાં ધોકાના ઘા મારી હત્યા કરી છે. શંકાને આધારે પાલનપુર તાલુકા પોલીસની પૂછપરછમાં કબુલ્યું હતું. જમીનની માગણીને લઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના ફતેપુર ગામના સેધાભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.વ. 65) સોમવારે રાત્રે તેમના ખેતરમાં મોટાપુત્ર ભગવાનભાઇના ઢાળીયામાં સૂતા હતા. દરમિયાન રાત્રિના સમયે પુત્રે જ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી અને મૃતદેહ ઉપર ગોદડું ઓઢાડી ફરાર થઇ ગયો હતો.
વહેલી સવારે 5.30 કલાકે તેમના સ્વર્ગસ્થ મોટાપુત્રની પત્ની મીનાબેન અને પૌત્ર નિકુલ ખેતરમાં આવ્યા હતા. જ્યાં ગાય દોહ્યા પછી સેઘાભાઇને જગાડવા માટે બુમ પાડી હતી. જોકે, તેઓ ન ઉઠતાં ખાટલા પાસે જઇ મોઢા ઉપરથી ગોદડું લેતાં લોહીલૂહાણ અને મૃત હાલતમાં મળી આવ્યા આવ્યા હતા. આ અંગે સેધાભાઇના નાનાપુત્ર દિનેશભાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પુત્ર જ હત્યારો નીકળ્યો હતો.