શોધખોળ કરો

Rajkot Accident : રાજકોટ ગરબી જોઈ પરત ફરી રહેલા ચાર મિત્રોને નડ્યો અકસ્માત, બેના મોત

રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત થયા છે. 2 ઇજાગ્રસ્ત થયા છે. મોરબીના ચાર મિત્રો રાત્રે રાજકોટ ગરબી જોવા આવ્યા હતા. પરત ફરતી વેળા મિતાણા પાસે અકસ્માત થયો છે. 

Rajkot Accident : રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત થયા છે. જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા છે. મોરબીના ચાર મિત્રો રાત્રે રાજકોટ ગરબી જોવા આવ્યા હતા. પરત ફરતી વેળા મિતાણા પાસે અકસ્માત થયો છે. 

મૃતકના નામ
રોહિતભાઈ કોળી, જય ચાવડા,

ઇજાગ્રસ્તના નામ
રૂપેશ ધોળકિયા, ગોપલ અગેચણિયા

Pauri Bus Accident Update: પૌડી ગઢવાલ બસ અકસ્માતમાં 25ના મોત, SDRFએ રાતોરાત 21 લોકોને બચાવ્યા

Pauri Accident: ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે સરઘસથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં લગભગ 45 થી 50 લોકો સવાર હોવાનું કહેવાય છે. તે જ સમયે, ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. SDRFની ચાર ટીમો અહીં બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 21 લોકોને બચાવી લેવાયા છે.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે આ ઘટના અંગે માહિતી આપી હતી. DGPએ કહ્યું, "ગઈ રાત્રે પૌરી ગઢવાલના બિરખાલ વિસ્તારમાં થયેલા બસ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવ્યા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." આ પહેલા ઉત્તરાખંડના SDRF કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ માહિતી આપી છે. તેમણે કહ્યું, "પૌરી ગઢવાલમાં બસ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અત્યાર સુધીમાં કુલ 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. SDRFની 4 ટીમો ઘટનાસ્થળે છે."

પાટણ: સરસ્વતી વડુંમાં ભાઈ બહેન ડૂબી જતા અરેરાટી મચી ગઈ છે. કેનાલ નજીકથી પસાર થતા પગ લપસી જવાથી ડૂબવાની ઘટના બની હતી.  સ્થાનિક તરવૈયા દ્વારા બન્ને ભાઈ બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભાઈ બહેનના મૃત્યુ થતા પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું હતું. ગામમાં પણ ભાઈ બહેનના મોતના સમાચારથી શોકનો માહોલ છવાયો હતો.

 ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરતા બજરંગ દળે નોંધાવ્યો વિરોધ

સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના સંચાલકોએ ગરબાના આયોજનમાં વિધર્મીઓને બાઉન્સર તરીકે તહેનાત કરી દેતાં મામલો ગરમાયો હતો. આઠમના નોરતે બજરંગદળના કાર્યકરોએ ચાલુ ગરબામાં ધસી જઈ વિરોધ કરતાં હાબાળો મચી ગયો હતો. એટલું જ નહીં વિધર્મી બાઉન્સર અને બજરંગદળના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઇ મામલો થળે પાડ્યો હતો. 

વિવાદને પગલે ગરબા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રીને લઈ શહેરમાં ઠેરઠેર ગરબાનું આયોજન કરાયું છે. મોડી રાત સુધી રમાતા ગરબામાં યુવતીઓ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકો બાઉન્સર પર તહેનાત કરી દે છે. જોકે, વેસુ સ્થિત ઠોકરજીની વાડીમાં હિન્દુઓના પવિત્ર તહેવારમાં આયોજકોએ વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેતાં બજરંગદળના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો.

વિધમી બાઉન્સર હોવાની માહિતી મળતાં રવિવારે બજરંગદળના કેટલાક કાર્યકરો ગરબા રમવાના બહાને જઈને ઊલટ તપાસ કરી આવ્યા હતા. આ દરમિયાન વિધર્મીઓ બાઉન્સર તરીતે તહેનાત કર્યા હોવાની ખરાઈ થતાં કાર્યકરોએ હવે પછી બાઉન્સરો કામે નહીં રાખવા અપીલ કરી હતી. વિધર્મીઓને બાઉન્સર તરીકે નહીં રાખવા સંચાલકોને ત્રણ-ચાર દિવસ સુધી સમજાવવામાં આવ્યા હતા.

આમ છતાં સોમવારે વિધર્મી બાઉન્સરોને તહેનાત કરી દેવાતાં બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં ઠાકોરજીની વાડી ખાતે ધસી ગયા હતા. તેમજ વિધર્મી બાઉન્સરને તેઓનું નામ પૂછતાં પોતાનું નામ રાહુલ  હોવાનું જણાવ્યું હતું. મોટાભાગના વિધર્મી બાઉન્સરોએ પોતે હિન્દુ હોવાનું જણાવતા કાર્યકરો ઉશ્કેરાયા હતા. આ સાથે જ મામલો ગરમાયો હતો. આ દરમિયાન વિધર્મી બાઉન્સરો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જોકે, ત્યાં પહોંચેલી પોલીસે મધ્યસ્થિત કરી મામલો થાળે પાડ્યો હતો. વિવાદને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget