શોધખોળ કરો
Advertisement
લોકડાઉન 17 મે સુધી પણ ગુજરાતના આ શહેરમાં 30 જૂન સુધી નહીં ખુલે એરપોર્ટ
ભારતમાં 25 માર્ચથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, તે જ દિવસથી પ્લેન, ટ્રેન અને બસ ઉપરાંત પરિવહનના તમામ સાધનો બંધ પડ્યા છે.
રાજકોટઃ કોરોનાને હરાવવા માટે સમગ્ર ભારતમાં 25 માર્ચે પ્રથમ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી તે હવે લંબાઈને 17 મે સુધી કરવામાં આવ્યું છે. આ લોકડાઉનની સાથે સમગ્ર દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સેવા પણ બંધ રાખવામાં આવી છે અને 17 મે પછી પણ ચાલુ થશે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે રાજકોટના લોકો માટે હવાઈ સેવાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે.
સમગ્ર દેશમાં લોકડાઉન 17મે સુધી લંબાવવામાં આવ્યું છે પરંતુ રાજકોટમાં હવાઈ સેવા છેક જૂન સુધી ચાલુ નહીં થાય. મળતી માહીતિ મુજબ રાજકોટ એરપોર્ટને જૂન સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલે કે 30 જૂની સુધી એરપોર્ટ નહીં ખુલ. નોંધનીય છે કે, રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટો રેગ્યુલર ઉડાન ભરતી હોય છે.
ભારતમાં 25 માર્ચથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, તે જ દિવસથી પ્લેન, ટ્રેન અને બસ ઉપરાંત પરિવહનના તમામ સાધનો બંધ પડ્યા છે. પહેલા લોકડાઉન 14 એપ્રિલ સુધી હતુ, પણ કોરોનાનો વધતો પ્રકોપ જોતા તેના દર્દીઓની સંખ્યા વધતા તેને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું હતું અને હવે તેને વધારીને 17 મે સુધી કરવામાં આવ્યું છે.
લોકડાઉન હટ્યા પછીના દિવસો પણ લોકો માટે આસાન નહી હોય. લોકોને મોંઘવારીનો સામનો પણ કરી શકે છે. એવું મનાય છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવા માટે એરલાઈન્સ અગાઉ કરતા ત્રીજા ભાગના જ મુસાફરોને ફ્લાઈટમાં બેસાડશે. જેના પગલે હવે હવાઈ મુસાફરી અગાઉ કરતા ત્રણ ગણી મોંઘી બની શકે છે. જેનો સ્પષ્ટ અર્થ એ છે કે, મિડલ ક્લાસ માટે લોકડાઉન બાદ વિમાનની મુસાફરી સ્વપ્ન બની જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion