Rajkot: અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સોરાણી ભાજપમાં સામેલ થશે
Rajkot: રાજકોટના રામપરામાં સી.આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે
Rajkot: અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સોરાણી ભાજપમાં સામેલ થશે. મળતી જાણકારી અનુસાર, વિક્રમ સોરાણી 29 એપ્રિલના રોજ રાજકોટના રામપરામાં સી.આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. વિક્રમ સોરાણી 2022ની ચૂંટણી AAPની ટિકિટ પર લડ્યા હતા. ઓગસ્ટ-2023માં વિક્રમ સોરાણીએ રાજીનામું આપ્યું હતુ.
રાજકોટ બેઠક પર કોંગ્રેસમાંથી વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં હતું.વિક્રમ સોરાણી 2022ની ચૂંટણીમાં વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. વિક્રમભાઈ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ છે. રાજકોટનાં રામપરા ખાતે ભાજપમાં જોડાશે.
લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં થયેલા ડ્રામાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આજે નિલેશ કુંભાણીને ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. જે બાદ બીજેપીએ વગર મતદાને પ્રથમ બેઠક જીતી લીધી છે. તો બીજી તરફ હવે માહિતી સામે આવી રહી છે કે, નિલેશ કુંભાણી કેસરિયા કરશે.
ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે. જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે. આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી ભાજપમાં જોડાશે. તો બીજી તરફ કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે. નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની તૈયારી ભાજપે પૂર્ણ કરી લીધી હોવાની માહિતી પૂર્ણ કરી લીધી હોવાની માહિતી સામે આવી છે.
મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ મળ્યું
Elections 2024: સુરત લોકસભાની ચૂંટણીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ અંગેના એબીપી અસ્મિતા પાસે સુપર એક્સક્લૂઝીવ દ્રશ્યો આવ્યા છે. મુકેશ દલાલ મતદાન પહેલા સુરતના સાંસદ બન્યા છે. ચૂંટણી અધિકારીએ મુકેશ દલાલને જીતનું સર્ટીફિકેટ આપ્યું છે.લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી.