શોધખોળ કરો

Rajkot: શહેરના રાજકારણમાં ભરત બોઘરાની એન્ટ્રી, આ મોટા કાર્યક્રમમાં રહ્યાં હાજર

મનપાના પ્રદેશ પ્રતિનિધિ તરીકે ડૉક્ટર ભરત બોઘરા સત્તાવાર થયા છે. ભરત બોઘરાએ ગઇ 1લી મેના રોજે યોજાયેલા મનપાના કાર્યક્રમમાં હાજરી આપી હતી,

Rajkot: રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ભરત બોઘરાની એન્ટ્રી થઇ ગઇ છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરાની રાજકોટ શહેર ભાજપમાં એન્ટ્રી થઇ છે, શહેરના તમામ કાર્યક્રમમાં ભરત બોઘરાએ હાજરી આપવાનુ શરૂ કરી દીધુ છે, અને આગામી સમયમાં હવે ભરત બોઘરા કિંગમેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ભરત બોઘરા રાજકોટ શહેરના સક્રિય રાજકારણમાં એન્ટ્રી થતાની સાથે જ મનપાના પ્રદેશ પ્રતિનિધિ તરીકે ડૉક્ટર ભરત બોઘરા સત્તાવાર થયા છે. ભરત બોઘરાએ ગઇ 1લી મેના રોજે યોજાયેલા મનપાના કાર્યક્રમમાં હાજરી આપી હતી, આ આમંત્રણ પત્રિકામાં પણ ભરત બોઘરાનું નામ સામેલ હતુ. આ ઉપરાંત મનપાના આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં પણ ડૉક્ટર ભરત બોઘરાની હાજરી જોવા મળી હતી. ભરત બોઘરા શહેર ભાજપ અને મનપાના તમામ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. આ સાથે જ ભરત બોઘરાની શહેરના રાજકારણમાં સત્તાવારી એન્ટ્રી થઇ ચૂકી છે.

'પેપર નબળા ગયા છે, મમ્મી પપ્પા મને માફ કરજો' ચિઠ્ઠી લખી મેડિકલના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

રાજકોટ: રાજકોટમાં વધુ એક મેડિકલના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના બની હતી.  રાજકોટની મુરલીધર કોલેજમાં BAMSનો અભ્યાસ કરતા વશિષ્ટ પટેલ નામના યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પરીક્ષામાં પેપર ખરાબ જતા તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

વિદ્યાર્થી મૂળ સાબરકાંઠાના વાસણા ગામનો રહેવાસી હતો. તે ત્રંબા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં તાજેતરમાં જ બે બનાવ બની ચુક્યા છે.રવિવારે મોડી રાત્રે તબીબી અભ્યાસ કરતી નિવૃત મામલતદારની પુત્રીએ ટેન્શનમાં અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. ગઇકાલે સાંજના સમયે મૂળ સાબરકાંઠાના વડલી ગામના વતની અને હાલ રાજકોટમાં ત્રબામાં આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહી તબીબનો અભ્યાસ કરતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સ્યુસાઇડ નોટ મળી હતી

ત્રંબા પાસે આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહેતો

અહેવાલ અનુસાર, મૂળ સાબરકાંઠાના વડાલી ગામે રહેતા અને હાલ રાજકોટની નજીકમાં આવેલા ત્રંબા પાસે આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહી ત્યાં નજીકમાં જ આવેલી મુરલીધર કોલેજમાં BAMSનો તબીબી અભ્યાસ કરતો વશિષ્ઠ વિનોદભાઈ પટેલ નામનો 22 વર્ષનો યુવાન તેની હોસ્ટેલમાં હતો ત્યારે સાંજના સમયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 108ને જાણ કરતા 108 ઇએમટી કાળુભાઈએ વશિષ્ઠ ને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.આ મામલે પોલીસે રૂમમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી અને તેમાં લખ્યું હતું કે મારા પરીક્ષાના પેપર નબળા ગયા છે અને હું ડિપ્રેશનમાં આવીને આ પગલું ભરી રહ્યો છું.

યુવકના પરિવારને જાણ કરવામાં આવી હતી

યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી.પિતા ખેતીકામ કરે છે.તેમજ યુવક પોતે એક બહેનનો એકનો એક ભાઈ હતો.ત્યાં હોસ્ટેલના સંચાલકે ગઇકાલે વશિષ્ઠ સાથે વાત કરી કરી હતી કે,બધા વિદ્યાર્થીઓ પોતાના ગામે જતા રહ્યા છે તમારે પરીક્ષા પૂરી થઈ ગઈ માટે વતન માતા પિતા પાસે ક્યારે જવાનું છે. ત્યારે વશિષ્ઠએ જવાબ આપ્યો હતો કે,મારે અહીંયા કામ છે કામ પૂરું કરી હું કાલે મારા ગામે જવાનો છું. ત્યારબાદ સાંજના સમયે પગલું ભરી લેતા મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં શોક છવાયો છે. યુવક મુરલીધર કોલેજમાં આર્યુવેદીક વિભાગમાં અભ્યાસ કરતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget