શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાના ભત્રીજા પર 7 શખ્સોએ હથિયારોથી કર્યો હુમલો, શું હતું કારણ?
7 શખ્સો જયદીપભાઇ અને રાજેશભાઇ પર તૂટી પડ્યા હતા. લક્ષ્મીવાડી ચોક વિસ્તારમાં સરાજાહેર છરી તલવારથી બે યુવક પર હુમલો થતાં અફરા-તફરી મચી ગઇ હતી.
રાજકોટઃ કોંગ્રેસના નેતા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના બે ભત્રીજા પર ગુરુવારે સાંજે 7 શખ્સોએ છરી અને તલવારથી હુમલો કર્યો હતો. લક્ષ્મીવાડી વિસ્તારમાં થયેલા હુમલામાં ઘવાયેલા બંને પિતરાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બોલાચાલી પછી હુમલાખોરો બંને પર તૂટી પડ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, કોઠારિયા કોલોની વિસ્તારમાં રહેતા જયદીપભાઇ દિલીપભાઇ ડાંગર (ઉ.વ.38) અને ગુંદાવાડીમાં રહેતા રાજેશભાઇ ભરતભાઇ ડાંગર (ઉ.વ.45) ગઈ કાલે ગુરુવારે સાંજે છ વાગ્યે લક્ષ્મીવાડી ચોકમાં બાઇક પર બેઠા હતા. દરમિયાન એ જ વિસ્તારમાં રહેતો ઉમેશ જશા ભરવાડ અને તેનો ભાઇ મેહુલ ભરવાડ ત્યાં ઊભા હતા. દરમિયાન કોઈ બાબતે ડાંગર ભાઈઓ સાથે બોલાચાલી કરી હતી. માથાકૂટ થતાં ઉમેશના પિતા જશા ભરવાડ, ઉદય, જનક તથા ત્રણ અજાણ્યા શખ્સ પણ ત્યાં છરી તલવાર અને ધોકા સાથે ધસી ગયા હતા.
આ 7 શખ્સો જયદીપભાઇ અને રાજેશભાઇ પર તૂટી પડ્યા હતા. લક્ષ્મીવાડી ચોક વિસ્તારમાં સરાજાહેર છરી તલવારથી બે યુવક પર હુમલો થતાં અફરા-તફરી મચી ગઇ હતી. ઘાતક હથિયારોથી હુમલો થતાં જયદીપભાઇ લોહીલૂહાણ થઈ ગયા હતા. આ પછી હુમલાખોરો નાસી ગયા હતા અને ઘાયલ જયદીપભાઇ, રાજેશભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે 7 સામે ગુનો નોંધી ત્રણને ઝડપી લીધા હતા. હુમલાખોર અગાઉ અન્ય ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion