શોધખોળ કરો

રાજકોટમાં રેમડેસિવિર આપવાના નામે કોણે કોરોનાના દર્દીના સગા પાસેથી માંગ્યા રૂપિયા? કેવી રીતે ફૂટ્યો ભાંડો?

કોવિડમાં દાખલ થયેલા દર્દીના સગાને રેમડેસીવર ઇન્જેક્શન આપવા પડે તેવુ કહી પૈસા પડાવવાનો ખેલ ઝડપાયો છે. સગાએ દર્દી સાથે વાત કરતા ભાંડો ફૂટ્યો હતો. જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ પોલીસ તપાસના આદેશ આપ્યા છે.

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં દાખલ કોરોનાના દર્દીના સગા પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન (Remedisivir Injection)ને નામે પૈસા માંગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. કોવિડમાં દાખલ થયેલા દર્દીના સગાને રેમડેસીવર ઇન્જેક્શન આપવા પડે તેવુ કહી પૈસા પડાવવાનો ખેલ ઝડપાયો છે. સગાએ દર્દી સાથે વાત કરતા ભાંડો ફૂટ્યો હતો. જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ પોલીસ તપાસના આદેશ આપ્યા છે.

પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરતા પોતે સિક્યુરિટી સુપરવાઇઝર હોવાનું કહેનારા મયુર નામના શખ્સને ઉઠાવ્યો છે. ઝડપાયેલા શખ્સની પોલીસની પૂછપરછમાં ભાજપના કાર્યકર સંજય ગોસ્વામી નામ ખૂલ્યુ. છે. સિવિલના કોવિડના દર્દી સાથે રેમડેસીવર ઇન્જેક્શન ન આપવાનુ હોઇ છતા આ ખેલ ખેલાતા ભારે ચર્ચા જાગી છે. 

રાજ્ય સરકારે રેમડેસિવિરને ઇંજેક્શન (remdesivir Injection)ના પુરવઠાને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. કોઇપણ હોસ્પિટલને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે, તો તેઓએ જાતે જ સરકારમાં અરજી કરીને તે મેળવવાના રહેશે. સરકારની મંજૂરી મળી હોય તેટલા જ જથ્થામાં ઇન્જેક્શન તેઓને મળશે. કોઇપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં.

આ સાથે જે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન જોઇતું હોય તો તે હોસ્પિટલમાં દાખલ હોય તેવાં દર્દી હોવા જોઇશે. હોમ ક્વોરન્ટાઇન હોય તેવાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન છતાં મળી શકશે નહીં.

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન (Remdesivir Injection) ઘણું કારગર છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેની અછત સર્જાઈ છે. રેમડેસિવિરની માંગ વચ્ચે હવે ટોસિલીઝુમેબ ઈન્જેક્શન (Tocilizumab Injection) લેવા માટે દર્દીના સગાઓએ ભટકવું પડી રહ્યું છે. સ્વિત્ઝર્લેન્ડની કંપનીએ ટોસિલીઝુમેબ ઈન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દેતાં બહુ ઓછો સ્ટોક આવતાં આ સ્થિતિ સર્જાઈ છે.

કોને આપવું પડે છે આ ઈન્જેક્શન

તબીબોના કહેવા મુજબ જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય, ફેફસામાં વધુ સંક્રમણ હોય તેવા દર્દીને ટોસિલીઝુમેબ આપવું પડે છે. તબીબી ભાષામાં આને સાઇટોકોઇન સ્ટ્રોમ કહે છે. છેલ્લા એકાદ મહિનાથી આની પણ અછત જોવા મળી રહી છે. દિવાળી (Diwali) પછી કોરોનાના કેસ વધતાં કંપનીએ ઈન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દીધું છે. જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલી છે કિંમત

ટોસિલીઝુમેબની એક્સપાયરી ડેટ માત્ર છ મહિના જ હોય છે, જેથી કંપની વધારે માત્રામાં ઉત્પાદન નથી કરી. આ ઈન્જકેશનની કિંમત 45 હજાર રૂપિયા આસપાસ હોય છે. જે દર્દીને આની જરૂર હોય તેને ડોક્ટર લખી તો આપે છે પણ હાલ અછત હોવાના કારણે મળતું નથી. આમ રેમડેસિવિર બાદ આ ઈન્જેક્શનની તકલીફ ઉભી થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના સગાસબંધીની હાલત વધારે કફોડી થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget