શોધખોળ કરો

Crime: રાજકોટમાં નકલી માર્કશીટથી પૉસ્ટ માસ્તર બનવા માંગતો યુવાન ઝડપાયો, ઉત્તરપ્રદેશથી લાવ્યો હતો નકલી ડિગ્રી

રાજકોટમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવી શકે છે. હાલમાં જ શહેરમાં પૉસ્ટ માસ્ટરની નોકરી માટેની ભરતી ચાલુ થઇ હતી જેમાં એક યુવાને પોતાની 10માં ધોરણની નકલી માર્કશીટ રજૂ કરી હતી,

Rajkot Crime News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી શબ્દ વારંવાર પ્રકાશમાં આવી રહ્યો છે, હાલમાં જ સમાચાર છે કે, રાજકોટમાં ફરી એકવાર નકલી માર્કશીટ કૌભાડનો એક કિસ્સો સામે આવ્યો છે, પૉસ્ટ માસ્તરની નોકરી મેળવવા માટે એક યુવાને નકલી માર્કશીટ રજૂ કરી હતી, જોકે, વેરિફિકેશન દરમિયાન ઝડપાઇ જતાં, તેના પર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવી શકે છે. હાલમાં જ શહેરમાં પૉસ્ટ માસ્ટરની નોકરી માટેની ભરતી ચાલુ થઇ હતી જેમાં એક યુવાને પોતાની 10માં ધોરણની નકલી માર્કશીટ રજૂ કરી હતી, જોકે, જ્યારે વેરિફિકેશન થઇ રહ્યું હતુ તે દરમિયાન માર્કશીટ નકલી હોવાનું ખુલ્યુ હતુ. આરોપી યુવાનનું નામ પ્રકાશ રબારી છે, જેને પૉસ્ટ માસ્તરની નોકરી મેળવવા રાજ્ય બહારથી નકલી માર્કશીટ મેળવી હતી, ખાસ વાત છે કે, નકલી માર્કશીટ ગુજરાત શિક્ષણ બોર્ડની નહીં પરંતુ માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉત્તરપ્રદેશની હોવાનું સામે આવ્યુ હતુ. હાલમાં આરોપી પ્રકાશ રબારી વિરૂદ્ધ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહિલા સાથે 1.4 લાખની છેતરપિંડી, અવાજ દ્વારા થઈ રહી છે લૂંટ, જાણો કેવી રીતે આ છેતરપિંડીથી બચવું

તમે સોશિયલ મીડિયા અને ફોન કોલ દ્વારા કૌભાંડના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ફ્રોડ કરનારાઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા એક મહિલા સાથે છેતરપિંડી કરી છે. વાસ્તવમાં, એક મહિલાને તેના ભત્રીજાનો ફોન આવ્યો, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ કૉલમાં, મહિલાનો ભત્રીજો પોતાને કેનેડામાં હોવાની ઓળખ આપે છે અને કહે છે કે તેનો અકસ્માત થયો છે. જેના કારણે તેણે દંડ ભરવો પડશે, તેના માટે તેને 1.4 લાખ રૂપિયાની જરૂર છે. મહિલા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વૉઇસ કૌભાંડને તેના ભત્રીજાનો અવાજ સમજીને, ઉક્ત ખાતામાં 1.4 લાખ રૂપિયા જમા કરાવે છે અને આ રીતે છેતરપિંડીનો શિકાર બને છે. જો તમે આ સ્કેમથી બચવા માંગતા હો, તો અહીં અમે તેનાથી બચવા માટેની ટિપ્સ આપી રહ્યા છીએ, જે તમારા માટે AI વૉઇસ સ્કેમથી બચવામાં મદદરૂપ થઈ શકે છે.

AI વોઈસ સ્કેમ શું છે?

AI ના આગમનથી, ઘણા કૌભાંડો બહાર આવ્યા છે, જેમાં ડીપફેકથી લઈને AI વૉઇસ સ્કેમ્સ સામેલ છે. આ કૌભાંડમાં, સ્કેમર્સ એઆઈનો ઉપયોગ કોઈપણ વ્યક્તિના અવાજનો ઑડિયો જનરેટ કરવા માટે કરે છે અને પછી તેમની પાસેથી પૈસા પડાવી લે છે. કારણ કે આ અવાજો AI જનરેટેડ છે, કોઈ પણ આ સ્કેમર્સને ઓળખવામાં સક્ષમ નથી. સ્કેમર્સ આ તકનીકનો ઉપયોગ લોકોને તેમની અંગત માહિતી આપવા અને પૈસા મોકલવા માટે છેતરવા માટે કરે છે.

AI વૉઇસ સ્કેમ્સ ટાળવાની રીતો

ફોન પર ક્યારેય વ્યક્તિગત માહિતી આપશો નહીં સિવાય કે તમે કોલ કરનારની ઓળખ વિશે ચોક્કસ ન હોવ.

જો કોઈ વ્યક્તિ પરિવાર કે સંબંધી તરીકે ઓળખાવે છે અને પૈસાની માંગણી કરે છે, તો તરત જ પૈસા મોકલવાનું ટાળો અને તેના/તેણીના નંબર પર પછીથી કૉલ કરો અથવા પરિસ્થિતિની ગંભીરતા તપાસવા માટે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે વાત કરો.

તાત્કાલિક પૈસા અથવા વ્યક્તિગત માહિતી માટે પૂછનારા કૉલર્સથી સાવચેત રહો.

જો તમને કોઈ કંપનીના નામ પર કૉલ કરવામાં આવે છે અને તમને કૉલર પર શંકા છે, તો કૉલ બંધ કરો અને કંપનીને સીધો જ કૉલ કરો.

લેટેસ્ટ AI વૉઇસ સ્કેમ તકનીકથી વાકેફ રહો.

સ્કેમર્સ સતત છેતરપિંડી કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે, તેથી કોઈપણ જાળમાં પડવાનું ટાળો. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરો.

જો તમને શંકા હોય કે તમને AI વૉઇસ સ્કેમ માટે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, તો તરત જ સાયબર પોલીસને તેની જાણ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Embed widget