શોધખોળ કરો

Rajkot : કોરોનાની દવાનું કહીને પોતાની સાથે દીકરા-દીકરીને પીવડાવી દીધી ઝેરી દવા, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો ?

શાસ્ત્રીનગરના શિવનગરમાં રહેતા કમલેશભાઈ લાબડીયાએ પોતે પુત્રી અને પુત્રે જેરી દવા પી જતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટઃ કર્મકાંડી વિપ્ર પરિવારના ત્રણ સભ્યોએ આપધાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. શાસ્ત્રીનગરના શિવનગરમાં રહેતા કમલેશભાઈ લાબડીયાએ પોતે પુત્રી અને પુત્રે જેરી દવા પી જતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામમાં આવ્યા છે. કોરોના ન થાય તેથી આ દવા પી લેવાનુ કહેતા પુત્રી અને પુત્રએ પીધી હતી. ત્યારબાદ પોતે પી લેતા ત્રણેય બેભાન થઈ ગયા હતા. 

જોકે, પત્નીએ ન પિતા પોલીસને જાણ કરતા પરિવારના ત્રણને સારવારમાં ખસેડાયા હતા. કમલેશભાઈના પત્નીનો આક્ષેપ છે કે, એસ. ડી વોરા વકીલના સંબંધીને કમલેશભાઈએ 1.20 કરોડમાં મકાન વેચ્યું હતું.

માત્ર 20 લાખ આપી બીજી 1કરોડની રકમ ન આપી વકીલ વોરા દ્વારા ખોટા કેસ કરાવતા હોવાથી આ પગલુ ભર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બેભાન લોકો સ્વસ્થ થતાં નિવેદન લેશે.

કમલેશભાઈએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે. મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાયા છે. પિતાએ કોરોનાની દવા છે તેમ કહી પુત્ર-પુત્રી અને પોતે પણ પી લીધી હતી. પિતાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, 2.12 કરોડ દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે.

કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા. રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય. જેથી તેમની પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હતાં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

General Knowledge: આંખના પલકારામાં તબાહી મચાવી શકે છે વિશ્વ આ નેતાઓ, જેમની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ

Sarfaraz Khan:  ભારતને લાગ્યો મોટો આંચકો! પર્થમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઘાયલ થયો સરફરાઝ ખાન

Embed widget