શોધખોળ કરો

Rajkot Game Zone Fire: ગેમ ઝોનમાં મૃત્યુઆંક 24 પર પહોંચ્યો, DNA ટેસ્ટ બાદ જ થશે મૃતદેહની ઓળખ

રાજકોટ શહેરના સયાજી હોટલ પાછળ TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 24 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. મૃતદેહો પુરેપુરા ભડથું થઇ ગયા છે. 

રાજકોટ: રાજકોટ શહેરના સયાજી હોટલ પાછળ TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 24 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. મૃતદેહો પુરેપુરા ભડથું થઇ ગયા છે.  આગ  એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની સાચી જાણકારી સામે આવશે.

તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ પહોંચ્યા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.   

તમામ ગેમઝોન બંધ રાખવા આદેશ 

રાજકોટમાં આગકાંડમાં 24 લોકોના મોત થયા હતા. નાના મૌવામાં TRP ગેમઝોનમાંથી 24ના મૃતદેહ બહાર કઢાયા હતા. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. આગકાંડ બાદ ગેમઝોનનો માલિક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઘટના બાદ રાજકોટમાં તમામ ગેમઝોન બંધ રાખવાના આદેશ કરાયા હતા.

ગેમઝોન માલિકોના નામ આવ્યા સામે

રાજકોટ ગેમ ઝોનના માલિકોની ઓળખ થઇ છે.  યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમઝોનના માલિક છે. ગેમઝોનનો માલિક યુવરાજસિંહ ફરાર થઇ ગયો છે.

DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે

રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. એક કલાકમાં 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં લવાયા હતા. મૃતદેહો એટલી હદે સળગ્યા કે ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.

ગેમઝોનના માલિકોએ ફાયર NOC લીધું નથી

રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગેમઝોનના માલિકોએ ફાયર NOC લીધું નથી. ગેમઝોન ફાયરની NOC વગર ચાલતું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget