શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં હીટ એન્ડ રન,નબીરાએ વૃદ્ધાને 4 કિલોમીટર  ઢસડ્યા, ઘટના સ્થળે જ મોત 

રાજકોટ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. કણકોટ રોડ પર ગત મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી કારે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા.

રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. કણકોટ રોડ પર ગત મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી કારે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વૃદ્ધાને 4 કિલોમીટર સુધી ઢસડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં વૃદ્ધાનું મોત થયું હતું. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. 

કાર ચાલક 4 કિ.મી. સુધી વિજ્યાબેનને ઢસડીને લઇ ગયો

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટીગા કાર આવી હતી અને રોડની સાઇડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજ્યાબેન  નામના વૃદ્ધાને ઠોકર મારી હતી.  અકસ્માત બાદ કાર ઉભી રાખવાના બદલે કાર ચાલક 4 કિ.મી. સુધી વિજ્યાબેનને ઢસડીને લઇ ગયો હતો. આ બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ કાર ચાલકે ઉભી રાખી ન હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારનો પીછો કર્યો હતો. 

ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી

જોકે 4 કિ.મી. દૂર વિજ્યાબેનનો મૃતદેહ મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કણકોટ રોડ વિસ્તારના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને રાત્રીના સમયે બેફામ વાહન ચલાવનારાઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. બનાવની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ પહોંચી હતી. વિજયાબેનને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે. 

અકસ્માત અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, રાધે હોટલ પાસે એક વૃદ્ધા અને એક ભાઈ ચાલીને જતા હતા અને સાઇડમાં હતા એ સમયે એક ગાડી આવી અને વૃદ્ધાને  અડફેટે લીધા હતા. તેમની સાથે ચાલતા ભાઈએ ઘણી બૂમો પાડી પરંતુ કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી. હું પણ પાછળ દોડ્યો હતો. કાર ચાલક 4 કિ.મી. સુધી વૃદ્ધાને ઢસડીને લઈ ગયો હતો.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. રાજકોટનો ગાડીચાલક નબીરો કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે.  હાલ તો આ કેસમાં પોલીસ સીસીટીવીની મદદથી કાર ચાલક સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ

ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી

Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Farmer: પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંHun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલ મલ્ટી કે મની સ્પેશિયાલીસ્ટKhyati Hospital Incident : આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું: મનીષ દોશીTulsi Vivah: ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ

Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ

અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે

Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક

Embed widget