શોધખોળ કરો
Advertisement
મોરબીના બિઝનેસમેનને યુવતીએ શારીરિક સુખ માણવા બોલાવ્યો ને ...., કઈ મહિલા પોલીસની થઈ ધરપકડ?
હનીટ્રેપના કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષાબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટઃ મોરબીના ફરસાણના વેપારીને ઘરે કોઈ નથી કહી લાલચ આપી મળવા બોલાવી ફસાવ્યો હતો. એટલું જ નહીં, યુવતીએ પોતાના પતિ સહિત ચાર લોકોની મદદથી બિઝનેસમેનને છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. તેમજ વધુ 2 લાખ રૂપિયાનો સોદ કર્યો હતો. જોકે, બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતા યુવતી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.
હનીટ્રેપના કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષાબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ હનીટ્રેપના કેસમાં રાજકોટ પોલીસે થોડા દિવસ પહેલા પત્રકાર પરીષદ કરીને સંપૂર્ણ વિગતો આપી હતી. હનીટ્રેપનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે. તેણે પત્ની તેમજ જીઆરડીના બે જવાનોને સાથએ રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભગો બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી.
દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. જેથી બે લોકો આવ્યા હતા. તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી.
આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement