શોધખોળ કરો

Rajkot: કોંગ્રેસનું લોકસભાનું પ્લાનિંગ શરૂ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને સોંપાઇ આ મોટી જવાબાદી

હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને મોટી જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવી છે. 

Rajkot: આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ, આપ અને અન્ય પક્ષોની સાથે સાથે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના નેતાઓને એક્ટિવ કરી દીધા છે અને લોકસભાનું પ્લાનિંગ શરૂ કરી દીધુ છે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ કોંગ્રેસે કમર કસી છે, હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને મોટી જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં લોકસભામાં પોતાની જમીન મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પ્લાનિંગ શરૂ કરી દીધુ છે. રાજકોટના દિગ્ગજ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસે પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુને હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર બનાવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછી કોંગ્રેસનું આ મોટું અભિયાન છે, જેને હાથ સે હાથ જોડો નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કન્વીનર બન્યા છે અને સાથે જ ટીમમા અન્ય નેતાઓની પણ નિયુક્તિ કરવામા આવી છે. કોંગ્રેસમાં વાપસી પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુને આ મોટી જવાબદારી સોંપાઇ છે. 

Rajkot: કોંગ્રેસનું લોકસભાનું પ્લાનિંગ શરૂ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને સોંપાઇ આ મોટી જવાબાદી

શક્તિસિંહની એન્ટ્રી બાદ કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આપમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ગઈ કાલે ખેડા,અમદાવાદ અને જેતપુરના અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. તો બીજી તરફ આજે ફરી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપમાંથી રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. ભેમાભાઈએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી આપને બાય બાય કરી દીધુ હતું. તમને જણાવી દઈએ કે, ભેમાભાઈ 2012થી આપ સાથે સંકળાયેલા હતા. વિધાનસભાં સહીત અનેક ચૂંટણીઓમાં તેમણે સક્રીય ભુમિકા ભજવી હતી. લોકસભાની ચૂંટણીઓના ભણકારા વચ્ચે બનાસકાંઠા આપનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ આવ્યો છે. આ અવસરે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને ચૌધરી સમાજના આગેવાન નેતા ભેમાભાઇ ચૌધરીનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની અસ્મિતાનું પુનઃ સ્થાપન કરવા સેવા યજ્ઞની શરૂઆત કરી છે. યુવાનો મહેનત કરી પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી જાય છે. ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી. સત્તા છીનવી લેવા માટે નહીં પણ સેવા માટે સામાજિક આગેવાનો જોડાઈ રહ્યા છે. તો બીજી તરફ AICC દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, દરેક રાજ્યમાં હાથ સે હાથ જોડો યાત્રા શરુ કરવામાં આવશે. ગુજરાતમાં આ યાત્રા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કનવીનર તરીકે નિમણુક કરવામાં આવી છે.

‘સર્વજ્ઞાતિ આવકાર્ય’: કોગ્રેસના દિગ્ગજ નેતાના પ્રોજેક્ટના હોર્ડિંગ્સમાં ઉલ્લેખ

રાજકોટમાં લાગેલા હોડિંગ્સના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં અલગ અલગ રસ્તાઓ પર હોડિંગ્સ લાગ્યા હતા. આ હોડિંગ્સ નિલ સિટીમાં આવેલા ગ્રીનવુડ પ્રોજેક્ટના છે જેમાં લખવામાં આવ્યું છે કે ,સર્વજ્ઞાતિ આવકાર્ય છે’. આ પ્રકારના હોડિંગ્સ લગાવવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. વાસ્તવમાં આ પ્રોજેક્ટ કોગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો છે. આ પ્રોજેક્ટના કેટલાક હોડિંગ્સ શહેરના અનેક રસ્તાઓ પર લગાવવામાં આવ્યા હતા જેમાં તમામ જ્ઞાતિના લોકો આવકાર્ય છે તેવું લખવામાં આવ્યું હતું. એવી પણ ચર્ચા છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં અમુક બિલ્ડરો અમુક જ્ઞાતિને ફ્લેટ કે મકાન આપતા નથી.

Rajkot: કોંગ્રેસનું લોકસભાનું પ્લાનિંગ શરૂ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને સોંપાઇ આ મોટી જવાબાદી

આ પ્રોજેકટ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેમણે કહ્યુ હતું કે દરેક બિલ્ડરોએ દરેક જ્ઞાતિના લોકોને ફ્લેટ કે મકાન આપવા જોઈએ. દરેક જ્ઞાતિમાં મોટા ભાગના લોકો સારા હોય છે. દરેક જ્ઞાતિના લોકો ખરાબ હોતા નથી. મારા નિર્ણયની સામાજિક ચર્ચાઓ થાય તો તે સારુ છે. હું રાજકારણમાં પણ જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી. એવી જ રીતે બિઝનેસમાં પણ હું જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget