શોધખોળ કરો

ખાતરમાં થયેલા ભાવ વધારા મુદ્દે રૂપાણી સરકારના કયા મંત્રીના ઘર સામે કિશાન સંઘના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ?

ખાતરના ભાવ વધારાને લઇને કિસાન સંઘના આગેવાનો આર.સી.ફળદુને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. આર.સી. ફળદુના ઘરે કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવતા 4 આગાવાનોની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટઃ આજે રાજકોટમાં કૃષિમંત્રી આર.સી. ફળદુના ઘરે કિસાન સંઘના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાતરના ભાવ વધારાને લઇને કિસાન સંઘના આગેવાનો આર.સી.ફળદુને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. આર.સી. ફળદુના ઘરે કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવતા 4 આગાવાનોની અટકાયત કરવામાં આવી હતી.  રાજકોટ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ચારની માલવિયાનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 

ખાતરના ભાવમાં થયેલા વધારા મુદ્દે ગુજરાતમાં ખેડૂતો ઠેર ઠેર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે ખાતર ભાવ વધારા મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિરોધ સામે આવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનું બેબાક નિવેદન સામે આવ્યું છે. ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોની દયનિય સ્થિતિ છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી ફેરવિચારણા કરવા રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, હું પણ એક ખેડૂત છું અને જે રીતે ખાતરના ભાવ વધ્યા છે તે ખેડૂત માટે યોગ્ય નથી. સરકાર આના ઉપર ફેર વિચારણા કરે.

ખાતરના ભાવ વધારાને લઇને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ કહ્યું ખાતરનો આટલો બધો ભાવ ખેડૂતોની કમર તોડી નાખશે. જૂનાગઢ જિલ્લાના રાજપર ગીર વિસ્તારના ખેડૂતોએ એબીપી અસ્મિતા સાથે ખાતરના ભાવ મુદ્દે વાત કરી હતી. ખાતરનો ભાવ વધારો અસહ્ય છે આમાં ખેતી કેમ કરવી તે એક મોટો સવાલ છે. ડીએપીના ભાવમાં સરકાર ઘટાડો કરે અને સબસિડી પણ આપે. ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે જરૂર પડે છે, એટલે નાના-મોટા તમામ ખેડૂતોને ખાતરના ભાવ વધારાની અસર થતી હોય છે. કૃષિ જણસોના ભાવ નથી વધતા પરંતુ દર વર્ષે બિયારણ ખાતર દવાના ભાવમાં સતત વધારો થતો રહે છે.

સુરેન્દ્રનગર જીલ્લા ખેડુત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.  રાજ્યના ખેડુતો પર સરકાર દ્વારા ખાતરના ભાવ વધારાની બોજો હવે ખેડુતો સહન થઇ શકે તેમ નથી, જેને લઇને રાજ્યભરના ખેડુતો દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે આક્રોષ વ્યક્ત કરવામા આવ્યો છે.  સુરેન્દ્રનગર ખેડુત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે રાજ્ય સરકારને ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવામા આવ્યુ છે, જેમાં ખેડુત આગેવાન રાજુભાઇ કરપડા, કિશોરભાઇ પટગીર સહિતનાઓ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપી ખેડુતો વતી રજુવાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકીAhmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્તUSA: જન્મના આધારે નાગરિકત્વ નહીં મળવાના ટ્રમ્પના આદેશનો સાંસદોએ જ કર્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
ગીર સોમનાથમાં લવ જેહાદઃ હિન્દુ યુવતીને પરણિત વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર આચર્યુ દુષ્કર્મ
ગીર સોમનાથમાં લવ જેહાદઃ હિન્દુ યુવતીને પરણિત વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર આચર્યુ દુષ્કર્મ
YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Embed widget