ગીર સોમનાથમાં લવ જેહાદઃ હિન્દુ યુવતીને પરણિત વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર આચર્યુ દુષ્કર્મ
Gir Somnath, Love Jihad: આ ઘટનામાં એક પરણિત વિધર્મીએ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ

Gir Somnath, Love Jihad: ગુજરાતમાં ફરી એકવાર લવ જેહાદના કિસ્સાથી ખળભળાટ મચ્યો છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક પરણીત વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથના વેરાવળમાં લવ જેહાદના કિસ્સાથી હડકંપ મચ્યો છે. માહિતી પ્રમાણે, આ ઘટનામાં એક પરણિત વિધર્મીએ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે યુવતીએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરણિત વિધર્મી યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ તો યુવતીને પછીથી ખબર પડી કે યુવક તો વિધર્મી છે અને પરણિત છે, જેથી તેણે પ્રભાસ પાટણ પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. કેસમાં પરણિત વિધર્મી આરોપીનું અમર જીકાણી છે. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવતીએ આરોપીના ત્રાસથી વેરાવળ છોડી દીધુ છે, તો આરોપી પણ ફરાર થયો હોવાથી પોલીસે તેને શોધવા પણ અલગ-અલગ ટીમો બનાવી છે.
સુરતમાં લેવ જેહાદ, મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, SOGએ દબોચ્યો
પોલીસ ફરિયાદમાં નોંધાયેલી માહિતી પ્રમાણે, મૂળ બંગાળના રહેવાસી મુસ્લિમ યુવકે આ વખતે લવ જેહાદ કર્યો હતો. બંગાળી મુસ્લિમ યુવક જેનું મૂળ નામ મુસીબલ શેખ છે, તેને સુરતમાં આવીને એક હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેને ખુદને મુસીબુલ શેખમાંથી હિન્દુ નામ પ્રદીપ ક્ષેત્રાપાલ ધારણ કર્યુ હતુ. સુરતમાં રાંદેર વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇનમાં રહેતો હતો. બૉગસ ડૉક્યૂમેન્ટ બનાવનારા મુસ્લિમ યુવકને અંતે SOGની ટીમે દબોચી લીધો હતો. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને તપાસમાં બહાર આવ્યુ છે કે, મુસીબુલ શેખ મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો રહેવાસી હતો.
અગાઉ પણ સુરતમાંથી સામે આવ્યો હતો લવ જેહાદનો કિસ્સો -
આ અગાઉ સુરતના ઉમરા વિસ્તાર બાદ વેસુ વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી હતી. વેસુની સગીરાની સાથે ઘોડદોડ રોડનાં યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. પીડિતાની માતાની ફરિયાદ બાદ આરોપી યુવક અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પીડિતાની માતાની ફરિયાદ મુજબ બારમાં ધોરણમાં અભ્યાસ કરતી આ કિશોરીને પહેલા મિત્રતા કરીને તેમને પ્રેમજાળમાં ફસાવી હતી બાદ તેમને ડુમસ હોટેલ લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દીકરી ફોનમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાને શંકા જતાં તેમણે મોબાઇલ ચેક કર્યો હતો. જો કે મોબાઇલ ચેક કરતા બંનેના અશ્વિલલ ફોટો અને વીડિયો મળતા માતાના પગ તળેથી જમીન ખસી ગઇને તેમણે આરોપી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને સઘન પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો
Kutch: કૂતરાના મોતથી બે વ્યક્તિ સામે નોંધાઇ FIR, પોલીસે તપાસ શરૂ કરી, જાણો શું છે મામલો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
