શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot : ઘરમાં એકલી પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી ને પછી જે થયું તે જાણીને ચોંકી જશો
યુવકે આર્થિક ભીંસ દૂર કરવા અને મોજ કરવા દાગીનાની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. યુવતીની માતાએ દાગીના ચોરીની ફરિયાદ કરતા પુત્રીના પ્રેમનો ભાંડો ફૂટી ગયો હતો
રાજકોટઃ શહેરમાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ જ ઘરમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે આર્થિક ભીંસ દૂર કરવા અને મોજ કરવા દાગીનાની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. યુવતીની માતાએ દાગીના ચોરીની ફરિયાદ કરતા પુત્રીના પ્રેમનો ભાંડો ફૂટી ગયો હતો. બ્યુટિશિયને પોતાના ફ્લેટમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના રેલ નગર મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની દીકરીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. ગત 17મી જાન્યુઆરીના રોજ ફરિયાદ મહિલા પિતાની તબિયત ખરાબ હોવાથી અમદાવાદ આવ્યા હતા. દરમિયાન ગત 24મીએ ફરિયાદી મહિલાના પિતાનું મોત થતાં ફરિયાદીની દીકરીએ પ્રસંગમાં ગઈ નહોતી. જોકે, પરિવારજનો અમદાવાદમાં હતા.
આ સમયગાળા દરમિયાન દીકરીનો પ્રેમી તેના ઘરે આવ્યો હતો. તેમજ પ્રેમિકાની નજર ચૂકવીને દાગીનાની ચોરી કરી લીધી હતી. ગત 30મી જાન્યુઆરીએ ફરિયાદી મહિલએ કબાટમાં તપાસ કરતાં દાગીના મળ્યા નહોતા. આથી તેમણે દીકરીની પૂછપરછ કરી હતી, પરંતુ દાગીનાનું પાકીટ નહીં મળતા અંતે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસે દીકરીની પૂછપરછ કરતાં તેણે છેલ્લા એક વર્ષથી યુવક સાથે પ્રેમસંબંધ હોવાની અને પરિવારજનોની ગેરહાજરીમાં પ્રેમીને મળવા બોલાવ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પ્રેમીની પૂછપરછ કરતાં તેણે જ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તેણે આર્થિક ભીંસ દૂર કરવા પ્રેમિકાને મળવા જતા તેની નજર ચૂકવીને દાગીના ભરેલું પર્સ તફડાવી લીધું હોવાનું કબૂલ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion