શોધખોળ કરો

Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

Rajkot News: બસમાંથી મૃતહેદ મળ્યા બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

Rajkot Crime News: રાજકોટમાં ખાનગી બસમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકને મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. ડીસીપી પ્રવિણ કુમાર મીનાએ બસમાં જઈને તપાસ કરી હતી. એફ.એસ.એલ અને ડોગ સ્કવોડને બોલાવવામા આવી છે. યુવાનમાં ગાળાના ભાગે બ્લેડના ચેકા મારેલા જોવા મળ્યા હોવાથી હત્યાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

શું છે મામલો

સુરતથી જામજોધપુર જતી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાંથી રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પરથી યુવકને મૃતદેહ મળ્યો છે. બસ નંબર જીજે-24-એક્સ-2641 નંબરની બસમાં સીટ નંબર એફ પરથી આ યુવકનો મૃતદેહ મળ્યો છે. મૃતકનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.

Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

બસમાંથી મૃતહેદ મળ્યા બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. રાત્રિના 11:30 બાદ બનાવ બન્યાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઉપરાંત બસની અંદર રહેલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ બસને બી ડિવિઝન લઈ જવામાં આવી છે.

સુરતમાં પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચરીને પાડી લીધા ફોટા, ને પછી.....

સુરતમાં એક ચકચાર ભરી ઘટના બની છે. ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચર્યું હતું.  અમીન મુલ્લા નામના યુવકે પરિણીતાના ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને વાસના સંતોષ્યા બાદ ફોટા પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણે રૂપિયા પણ પડાવ્યા હતા. યુવકના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

પુણા વિસ્તારની યુવાન પરિણીતા સાથે કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યું

સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી કૌટુંબિક દિયરે થોડા દિવસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તે સમયના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર મુંબઈમાં રહેતા રાજસ્થાની યુવાને પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોય છેવટે પરિણીતાએ આ અંગે ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતા અને ચાર વર્ષની પુત્રી સાથે રહેતા મૂળ રાજસ્થાનના વતની ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે. પરિણીતા સામાજીક પ્રસંગોમાં પ્રકાશસિંહ કનસિંહ સીસોદીયા ( રહે.હાલ મુંબઇ. મુળ રહે. કેલવોકી ભાગળ, તા.ગોગુંદા, જી.ઉદયપુર, રાજસ્થાન ) ને મળતી હતી તેમજ તે સુરત આવે ત્યારે તેમના ઘરે આવતો હોવાથી પરિચયમાં હતી. છ મહિના અગાઉ બંને વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વધુ સંપર્કમાં આવ્યા હતા અને મેસેજ તેમજ વિડીયો કોલ કરી વાત કરતા હતા. 10-12 દિવસ અગાઉ પરિણીતાનો પતિ નોકરીએ ગયો હતો ત્યારે બપોરે એક વાગ્યે પ્રકાશસિંહ તેમના ઘરે આવ્યો હતો.તે સમયે સીમાની પુત્રી સુતેલી હતી.

બંને વાતો કરતા હતા ત્યારે પ્રકાશસિંહે મને બહુ ગમો છો કહી નજીક આવી હાથ પકડી લઈ મારે તારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહેવું છે તેમ કહેતા સીમાએ તમે મારા દિયર થાવ છો આવી વાત બોલતા તમને શરમ આવવી જોઈએ તેવું કહ્યું તો પ્રકાશસિંહે તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો હું તારા પતિ અને સમાજમાં તમામને કહી દઈશ કે આપણી વચ્ચે સંબંધ છે તેવી ધમકી આપી દુષ્કર્મ આચરી તેના ફોટા પણ પાડી લીધા હતા. બાદમાં ફરી ધમકી આપી હતી કે જો કોઈને વાત પ[ન કરીશ તો ફોટા વાયરલ કરીશ. તેથી પરિણીતા ચૂપ રહી હતી. જોકે, બે દિવસ અગાઉ તે પાડોશમાં જ રહેતા ભાઈને ત્યાં ગઈ હતી. પરિણીતાની નણંદના લગ્ન ભાઈ સાથે કર્યા હોય તેણે નણંદને વાત કરતા તેણે પણ પ્રકાશસિંહે તેનો પિતરાઈ ભાઈ હોવા છતાં વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વાત કરી મેસજ, કોલ રેકોર્ડીંગ પતિને મોકલવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
Embed widget