
Chandipura Virus Vaccine: ચાંદીપુરા વાયરસની રસીને લઈ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
Latest Rajkot News: ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે.

Chandipura Virus Vaccine: કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે પ્રસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું, આજે વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવાનો મને મોકો મળ્યો. પહેલા દર્દીઓને પુના જવું પડતું હતું,હવે અહીં લેબોરેટરી થશે. સામાન્ય લોકોને સારી સારવાર મળે તેવા પ્રધાનમંત્રીના પ્રયાસો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોને AIMS ની મોટી ભેટ આપી છે, AIMS ની કાર્ય પદ્ધતિથી હું સંતુષ્ટ છું.
ચાંદીપુરા વાયરસને લઈ જે પી નડ્ડાએ કહ્યું, ચાંદીપુરા વાયરસને લઈ વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે. વાયરસની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 73 દર્દીઓના મોત થયા છે. આ દર્દીઓમાં મોટાભાગે નાના બાળકોનો સમાવેશ થાય છે. 6 ઑગસ્ટ સુધી ‘શંકાસ્પદ’ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે અને ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા જહોય છે. આ પછી તે 24થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મૃત્યુ થતું હોય છે. 15થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા તેમને સૌથી વધુ અસર કરે છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-162 કેસો છે. જે પૈકી સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં ૪, ખેડામાં ૭, મહેસાણામાં 10, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 8, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, નર્મદામાં 02, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 02, ભરૂચમાં 4, અમદાવાદમાં 02, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 01, પાટણમાં 1, ગીર સોમનાથમાં 1, અમરેલીમાં 1 તેમજ ડાંગમાં પણ 1 શંકાસ્પદ કેસ મળેલ છે.
ચાંદીપુરા વાયરસ શું છે ?
ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.
જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.
ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે ?
ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.
ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?
સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે. સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.
આ પણ વાંચોઃ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
