RAJKOT : કરોડોની કિંમતના બંગલાના સોદામાં દલાલ સામે છેતરપીંડીની ફરિયાદ
Rajkot News : રાજકોટના કોટેચા ચોકમાં આવેલા બંગલાના સોદામાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે.
Rajkot : રાજકોટમાં કરોડોની કિંમતના બંગલાના સોદામાં દલાલ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. રાજકોટના કોટેચા ચોકમાં આવેલા કરોડોની કિંમતના બંગલાના સોદામાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં વિશ્વાસઘાત પ્રકરણ મામલે શેર દલાલ અનિલ ગાંધી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પ્રવીણ અમરાભાઈ પરમારે શેર દલાલ અનિલ ગાંધી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. અનિલ ગાંધીની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર પારાનું શિવલિંગ
પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે શિવાલય પર ભક્તોની ભીડ ઉમટી રહી છે. રાજકોટ જિલ્લા હડમિયા પાસે અનોખુ શિવાલય બનાવવામાં આવ્યું છે. અહીં બનેલા શિવલિંગની ઊંચાઈ અંગે ગુજરાતનું સૌથી ઊંચું શિવલિંગ હોવાનું પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ શિવલિંગની કુલ ઊંચાઈ 29 ફૂટ છે. જેની પહોળાઈ 12 ફૂટ છે.આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષના પારા રાખવામાં આવ્યા છે.
લોકો આ શિવલિંગ પર જઈને અભિષેક કરી શકે તે માટે વિશેષ પણ વ્યવસ્થા કરાઇ છે. શિવજીની સામે રહેલા નંદી મહારાજ પણ મોટા કદના બનાવાયા છે, જેમની ઊંચાઈ 6 ફૂટની છે. તેમજ નંદી આગળ રહેતો કાચબો ત્રણ ફૂટ મોટો છે.આ વિશાળકાય શિવલિંગ રાજકોટ શહેરની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે.
ખાદ્યતેલના ભાવમાં વધારો
શ્રવણ મહિનાના તહેવાર સાથે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચી ગયો છે. પામોલીનમાં પણ બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે. જન્માષ્ટમીના તહેવાર ઉપર ફરસાણની ડિમાન્ડ વધુ રહે છે. ફરાળી વસ્તુઓ અને તહેવારી ડિમાન્ડને પગલે ભાવ ઊંચકાઈ ગયા છે. તહેવારમાં ખાદ્યતેલના ધંધાર્થી કમાણી કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ભાવ વધારા પાછળ બેફામ જમાખોરી જવાબદાર હોવાનું અનુમાન છે. સીંગતેલ ડબાનો ભાવ 2790 થી 2800 પર પહોંચી ગયો છે. આ પહેલા 2780 થી 2790 હતા. સીંગતેલના ડબ્બે રૂપિયા 10 થી 20 નો વધારો થયો છે. પામ તેલ 2010 રૂપિયા હતું હવે 2040 થી 2045 ના ભાવે ડબ્બો પહોંચ્યો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય વર્ગ માટે તેલના વધેલા ભાવ પડ્યા પર પાટું સમાન છે.