(Source: ECI/ABP News/ABP Majha)
Naac Grading: રાજકોટની કૉલેજોમાંથી નેક ગ્રેડિંગ પદ્ધતિ નાબૂદ, હવે આ બે કેટેગરી જ રહેશે, જાણો કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં મૂળભૂત ફેરફારો થઇ રહ્યાં છે, આ અંતર્ગત હવે નવા વર્ષથી રાજકોટ યૂનિવર્સિટી અને તેને સંલગ્ન કૉલેજોમાથી નેક ગ્રેડિંગ સિસ્ટમને નાબૂદ કરવામાં આવી છે
Naac Grading Education System News: ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં મૂળભૂત ફેરફારો થઇ રહ્યાં છે, આ અંતર્ગત હવે નવા વર્ષથી રાજકોટ યૂનિવર્સિટી અને તેને સંલગ્ન કૉલેજોમાથી નેક ગ્રેડિંગ સિસ્ટમને નાબૂદ કરવામાં આવી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, હવે કૉલેજોમાં બે જ સિસ્ટમ રહેશે, એક એક્રેડિટેડ અને નૉન એક્રેડિટેડ.
રાજકોટમાં શિક્ષણ સંસ્થાઓમાં મોટા પાયે ફેરફાર થઇ રહ્યો છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે, યૂનિવર્સિટી અને કૉલેજોમાંથી નેક ગ્રેડિંગ પદ્ધતિને નાબૂદ કરવામાં આવી છે. નેક ગ્રેડિંગ નાબૂદ થયા બાદ શિક્ષણમાં માત્ર હવે બે જ પદ્ધતિઓ અમલમાં રહેશે, નવી શિક્ષણ પદ્ધતિમાં એક્રેડિટેડ અને નૉન-એક્રેડિટેડ એમ બે જ કેટેગરી રહેશે. નેક ગ્રેડિંગ નાબૂદ થયા બાદા યૂનિવર્સિટી અને કૉલેજોને A+ થી લઇ અને D ગ્રેડ સુધીના ગ્રેડ નહીં મળે, કેમ કે આ નવી અને મૉર્ડન એજ્યૂકેશન સિસ્ટમ ટેકનૉલોજીને આધારિત હશે. આવો નિર્ણય નવી શિક્ષણ પદ્ધતિને અનુરૂપ થવા માટે લેવામાં આવ્યો છે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે નેક દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કૂલ પ્રવાસ પર અમદાવાદ DEO સખ્ત, લેવી પડશે મંજૂરી, રાત્રિ પ્રવાસ નહીં ગોઠવી શકાય, જાણો.....
ગુજરાતમાં 10 દિવસ પહેલા થયેલી વડોદરામાં મોટી દૂર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બૉટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓનું ડુબી જવાથી મોત થયુ હતુ, આના પડધા છેક દિલ્લી સુધી પહોંચ્યા હતા. આમાં 18થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ ઘટનાને લઇને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી - ડીઇઓ કચેરી મારફતે જિલ્લાની તમામ શાળાઓને વિદ્યાર્થીઓના પ્રવાસ બાબતે સચેત કરવામા આવ્યા છે, તમામ સ્કૂલોને સૂચના અપાઇ છે કે, હવેથી લોકલ પ્રવાસ માટે પણ મંજૂરી લેવાની રહેશે, જોકે, આવી મંજૂરીની બાબત પહેલાથી જ છે, હવે તેને રિમાન્ડ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં ઘટેલી ચકચારી હરણી તળાવ ચકચારી દૂર્ઘટનાને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇ જવા બાબતે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે. વડોદરા બૉટ દૂર્ઘટના બાબતે અમદાવાદ DEO કચેરી મારફતે તમામ શાળાઓને સૂચના અપાઇ છે. પ્રવાસ બાબતે શરતો અંગે માર્ગદર્શિકા - સૂચના બાબતે ફરીથી વાકેફ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવ્યુ છે કે, ડીસ્ટ્રીક્ટ એજ્યૂકેશન ઓફિસર તરફથી કહેવામાં આવ્યુ છે કે, લૉકલ પ્રવાસની પણ હવે મંજૂરી લેવાની રહેશે. પ્રવાસ બાબતે શાળાઓને ગંભીરતા દાખવવા સૂચના આપવામાં આવી છે. જે શરતો અને નિયમો હોય તેનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. રાત્રિ દરમિયાન પ્રવાસ ના કરવામાં આવે, એટલુ જ નહીં પ્રવાસ દરમિયાન સલામતી પ્રાથમિકતાનું ધ્યાન રાખવામાં આવે.
હરણી તળાવ દૂર્ઘટના ચકચારી કેસમાં મુખ્ય આરોપી બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે પહેલાથી જ વડોદરા શહેર મ્યૂનિસિપલ કમિશશનરે તપાસના આદેશ આપ્યા હતા. લાયસન્સ કે પરવાના ના હોય તે તમામ ઝૉનને તાત્કાલિક અસરથી બંધ કરવા પણ આદેશ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી રાજ્ય સરકારે એક પછી એક એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. હાલમાં પોલીસે પણ આ મામલે કેટલાક શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI