Rajkot News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી છે: સીએમ ભુપેન્દ્ર પટેલ
45 એકરમાં 250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનશે. રાજકોટના અમરેલી ગામે બનશે આ કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી રહી છે
Rajkot Latest News: લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદીરના 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા. આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન 21 જાન્યુઆરીના રોજ થશે. આ કાર્યક્રમ અંતર્ગત સીએમ ભુપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે.પ્રભુ શ્રી રામના પુનઃ સ્થાપનના નિમિત્ત નરેન્દ્રભાઈ થવા જઈ રહ્યા છે. ખોડલધામ સંસ્થા દ્વારા મહત્વના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. WHOના રિપોર્ટ મુજબ 80 લાખ લોકોના વિશ્વભરમાં મોત થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોડલધામના કાર્યક્રમમાં વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું, 14 વર્ષે પહેલા લેઉવા પાટીદાર સમાજ એ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. મને વિશ્વાસ છે કે અમરેલીમાં બનવા જઈ રહેલી હોસ્પિટલ સવાનું માધ્યમ બનશે.. સરકારનો પ્રયાસ છે કે કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં ન મુકાય. સરકાર દ્વારા ગામડામમાં દોઢ લાખ જેટલા આરોગ્ય મંદિર સરકારે બનાવ્યા છે. ગુજરાત ભારતનું સૌથી મોટું મેડિકલ હબ બન્યું છે. હવે તો રાજકોટમાં એઈમ્સ પણ છે અને નવી મેડિકલ કોલેજ ગુજરાતમાં ખુલી છે. આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં ગુજરાતે સ્વસ્થ સુવિધાઓ આપી છે. લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપો. ફરવા જવું હોય તો આપણા દેશમાં ફરવા માટે જાવ, માલદીવના નામ લીધો વિના પ્રધાનમંત્રીએ કહ્યું તમારા દીકરાઓ દીકરીને ડ્રગ થી દુર રાખો. સસ્તી દવાઓને કારણે દર્દીઓન 30 હજાર કરોડ રૂપિયા બચ્યા છે. સરકાર કેન્સરની દવાના ભાવ ઘટાડવા માટેના પ્રયાસો કર્યા છે. હું જ્યારે તમારી વચ્ચે આવું છું ત્યારે કાંઈક ને કંઈક આગ્રહ રાખું છું.
મારા 9 આગ્રહો છે
(૧) પાણી બચાવો
(૨) ગામ ગામ જઈને ડીઝીટલ પેમેન્ટ માટે સમજાવો
(૩) ગામ અને વિસ્તારને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો
(૪) લોકલ ફોર વોકલ
(૫) જેટલું થાય તેમાં પહેલા આપણા દેશને જુઓ...પર્યટનમાં દેશમાં જ ફરો
(૬) પ્રકૃતિ ખેતી
(૭) મિલેટને જીવનમાં ઉતારો
(૮) યોગ કરો અને જીવનમાં ઉતારો
(૯) યુવાનો ડ્રગ્સના નશા થી દુર રાખો.
Live: ખોડલધામને ૭ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિતિ https://t.co/fpDPadbsyS
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 21, 2024
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું
રાજકોટ કાગવડ ખોડલધામના કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, કેન્સર વ્યસનના કારણે થતો રોગ છે.દારૂ અને તમાકુના કારણે કેન્સરના રોગો વધ્યા છે. રાજકોટમાં ભવ્ય કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે, ખોડલધામ સંસ્થા અને નરેશભાઈએ ખૂબ જ મોટો પ્રયાસ કર્યો છે. હવે સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને મોટા શહેરો સુધી નહીં જવું પડે. પટેલોનો સ્વભાવ છે,બીજા ને મદદ કરવાનો, સ્વામિ સચિદાનંદે કહ્યુ હતું. સૌરાષ્ટ્રના પહેલાના સમયના પડતા દુષ્કાળને મનસુખભાઇએ યાદ કર્યા હતા અને માનવીની ભવાઈ ફિલ્મને પણ યાદ કરી હતી.
45 એકરમાં 250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનશે. રાજકોટના અમરેલી ગામે બનશે આ કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી રહી છે. કાગવડ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર, સુરત અને ગુજરાત ભરમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.