Rajkot APMC: આવતીકાલથી રાજકોટ માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહેશે, ખેડૂતોને માલ ન લાવવા અપીલ
Rajkot APMC Market Yard News: માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે. નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે, જેના કારણે ઊંઝા બાદ હવે રાજકોટ માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે

Rajkot APMC Market Yard News: સૌરાષ્ટ્રના ખેડૂતોને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ બંધ રહેશે. રાજકોટ યાર્ડના સત્તાધીશોએ યાર્ડને 6 દિવસ એટલે કે કે આવતીકાલથી 1લી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો હોવાથી નાણાંકીય લેવડદેવડ કામકાજના કારણે ખરીદ-વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને માલ વેચાણ માટે ના લાવવા પણ સત્તાધીશો દ્વારા અપીલ કરાઇ છે.
માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે. નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે, જેના કારણે ઊંઝા બાદ હવે રાજકોટ માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે. રાજકોટનું માર્કેટયાર્ડ આવતીકાલથી એટલે કે 26 માર્ચથી 6 દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગના અને હિસાબ-કિતાબ હોવાના કારણે યાર્ડ આવતીકાલથી છ દિવસ માટે બંધ રહેશે. આ સાથે ખેડૂતોને યાર્ડમાં માલ ના લઇ આવવા પણ સત્તાધીશોએ અપીલ કરી છે. જોકે, 1લી એપ્રિલથી માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી માટે શરૂ થઇ જશે.
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે -
મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. દરરોજ હજારો લોકોની અવરજવર વાળું એશિયાનું આ સૌથી મોટું માર્કેટને આગામી એક સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઊંઝા APMC દ્વારા ઊંઝા ગંજબજાર 26 માર્ચ, 2025થી 1 એપ્રિલ, 2025 સુધી એમ કુલ 7 દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે તેમજ ઊંઝા માર્કેટમાં બહારથી કામ અર્થે કે માલ સમાન લેવા મુકવા આવતા બહાર ન રાજ્યના લોકોની પણ અવર જવર ઘટશે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હજારો કામદારો અને ખેડૂતોની પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં ભીડ જામતી હોય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
