શોધખોળ કરો

Rajkot Night Curfew Update : 'સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાંખી દે, પણ માત્ર અમારા.....'

રાત્રીના 10થી સવારે 6 સુધી કર્ફ્યુના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને ભારે નુકસાની પહોંચી રહી છે.  ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશન કોરોનાના વધતા કેસથી ચિંતિત છે. સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાખી દે, એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે. પણ માત્ર અમારા વ્યવસાયને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે.

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા આજથી રાતે 12ને બદલે રાત્રીના 10ના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 10 વાગ્યાથી કર્ફ્યુની સૌથી વધુ અસરો હોટેલ અને ફાસ્ટફૂડના વ્યવસાય પર અસરો જોવા મળે છે. રાજકોટ ફૂડ એન્ડ બેવરેજીસ એસોસિએશનના શેખરભાઈ મહેતાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી.

રાત્રીના 10થી સવારે 6 સુધી કર્ફ્યુના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને ભારે નુકસાની પહોંચી રહી છે.  ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશન કોરોનાના વધતા કેસથી ચિંતિત છે. સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાખી દે, એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે. પણ માત્ર અમારા વ્યવસાયને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે. આવતી કાલે રાજકોટમાં હોટેલના સંચાલકો અને ફાસ્ટફૂડના સંચાલકો ભેગા થશે .જરૂર પડશે તો આ મામલે સરકારને પણ રજુઆત કરીશું.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ   નોંધાયા હતા.

ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?

સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ

બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget