(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot : બાઇક પર જતાં પુરુષને ખૂંટિયાએ ઢીક મારતાં થયું મોત, વેપારી થયા ઘાયલ
ખુંટિયાએ મારતાં વૃદ્ધનું મોત થયું છે. મવડી વિસ્તારમાં રોડ રસ્તાઓ પર રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ખુટિયાએ બે લોકોને હડફેટે લીધા હતા.
રાજકોટ : ખુંટિયાએ મારતાં વૃદ્ધનું મોત થયું છે. મવડી વિસ્તારમાં રોડ રસ્તાઓ પર રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ખુટિયાએ બે લોકોને હડફેટે લીધા હતા. બાઇક પર બેસેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયું થયું છે. વિનુભાઈ મકવાણાનું મોત થયું છે. તો બાઇકને હડફેટે લેતા ઘટનામાં દરજી વેપારીને ઇજા પહોંચી છે. કામલભાઈ નામના વ્યક્તિ ને ઇજા પહોંચી છે.
Vadodara : મામાના ઘરે રહેતી 19 વર્ષીય યુવતીની ક્રુર રીતે હત્યાથી ચકચાર, પોલીસને અજુગતં બન્યાની આશંકા
વડોદરાઃ વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે વધુ વિગતો સામે આવી રહી છે. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તૃષા એક્ટિવા લઈ ટ્યુશન જવા નીકળી હતી. તૃષા નેશનલ હાઇવે પાસે કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે. એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને આશંકા છે. તૃષા સાથે કંઇક અજુગતું પણ બન્યા હોવાની પોલીસને આશંકા છે. તૃષાની ચીસો સાંભળી એક મજુર સ્થળ પર દોડી આવ્યો, એક શખ્સને ભાગતો જોયો. મૃતક તૃષા સોલંકીનો ફોન પણ ગુમ થયો.
વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે તૃષાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાં.
યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો.મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.