Rajkot : પતિને પત્નીના અન્ય યુવક સાથે શારીરિક સંબંધ હોવાની પડી શંકા, સતત ફોન પર યુવક સાથે કરતી હતી વાત, પછી એવું તે શું થયું કે....
પત્ની ફોન પર અજાણ્યા યુવક સાથે વાત કરતી હોવાથી પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી. ત્રણ દિવસ પહેલા સાંજે પણ આજે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
રાજકોટઃ શહેરના મોરબી રોડ પર રહેતા યુવકને પોતાની પત્નીને શહેરના જ કોઈ યુવક સાથે શારીરિક સંબંધ હોવાની શંકા હતી. પત્ની ફોન પર અજાણ્યા યુવક સાથે વાત કરતી હોવાથી પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી. ત્રણ દિવસ પહેલા સાંજે પણ આજે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ જ દિવસે વાવાઝોડાની અસરને પગલે વીજળી ગઈ હતી. આ જ સમયે બબાલ ઉગ્ર બની હતી અને ખૂદ જમાઇને સસરાએ છરીના ઘા મારીને પતાવી દીધો હતો. આ હત્યાકાંડ અંગે સમાચાર મળતા રાજકોટ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણ દિવસ પહેલા જમાઇની હત્યા મુદ્દે ફરાર સસરાની હત્યા કરી લીધી છે.
આ હત્યાકાંડમાં પોલીસે સસરાએ જ જમાઇને છરીના ત્રણ ઘા મારીને પતાવી દીધો હોવાની માહિતી મળી હતી. પોલીસને આ હત્યાકાંડમાં યુવકની પત્ની અને સાળીને અગાઉ જ જેલ હવાલે કરી દીધા હતા. એટલું જ નહીં, હત્યા પછી ફરાર સસરાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 35 વર્ષીય યુવકને સસરાએ છરીના ઘા મારતા લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. છરી મારતાં યુવકાના આંતરડા પણ બહાર આવી ગયા હતા. યુવકના મોતને પગલે તેના એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.