(Source: Poll of Polls)
Rajkot Rain: રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી
રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વહેલી સવારથી રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવામાન વિભાગે આજે 24 જૂન 2024 માટે પણ વરસાદની આગાહી કરી છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વાહનો ફસાયા હતા. મવડીમાં રોડ પર ખાડામાં સ્કૂલ બસ ફસાઇ હતી.
રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વહેલી સવારથી રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના પી.ડી.માલવીયા ફાટક પાસે પાણી ભરાતા લોકોને હાલાકી થઇ હતી. વરસાદ બાદ ભૂગર્ભ ગટર ઉભરાવાની શરૂઆત થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટના પી.ડી.માલવીયા ફાટક પાસે પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી ભૂગર્ભ ગટર ઉભરાઈ હતી. ભૂગર્ભ ગટર ઉભરાતા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
પહેલા વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી હતી. વગળ ચોકડી પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. માત્ર દોઢ ઈંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી થઇ ગયું હતું. પાણીમાં અનેક વાહનો ફસાયા હતા. વગળ ચોકડી પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રાજકોટના વગળ ચોકડી પાસે હાઇવે પર પાણી ફરી વળ્યા હતા.
ધોધમાર વરસાદથી રાજકોટના ગોંડલ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગોંડલ રોડ પર એકથી દોઢ ફુટ સુધીના પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરમાં વરસાદ વરસ્યો હતો. ખંભાળિયાના કોલવા, વિંજલપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભાણવડના હાથલા, રોજીવડા સહિતના ગામોમાં વરસાદ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.આ ઉપરાંત, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.