શોધખોળ કરો

News: દિવાળી પહેલા રાજકોટમાં શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોમાં ધરખમ વધારો, આ રહ્યાં એક સપ્તાહના આંકડા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક અઠવાડિયામાં શહેરની સરકારી હૉસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાએ તંત્રને દોડતુ કરી દીધુ છે.

Rajkot Rogchalo News: રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ગયા છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાની સ્થિતિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જેના તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. 

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક અઠવાડિયામાં શહેરની સરકારી હૉસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના ના 9, ચિકનગુનિયાના 8, શરદી-ઉધરસના 822 અને ઝાડા ઉલટીના 180 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓના ધસારાને જોતા સરકારીની સાથે સાથે ખાનગી હૉસ્પીટલો પણ ઉભરાઇ રહી છે. ખાસ વાત છે કે, રાજકોટ શહેરની વિસ્તારની સાથે સાથે હવે રોગચાળાની ઝપેટમાં ગ્રામ્ય વિસ્તારો પણ આવી રહ્યાં છે. 

શહેરમાં ભાજપના કોર્પૉરેટર નિતીન રામાણી પણ ચિકનગુનિયાની ઝપેટમાં આવ્યા છે. ખાસ વાત છે કે, રાજકોટમાં અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, વહેલી સવારે ઠંડી, બપોરે તડકો અને સાંજે વાદળછાંયુ વાતાવરણ રહેવાથી રોગચાળો હજુ પણ વકરી શકે છે. 

ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ 

ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

ડેન્ગ્યુ ટાઇપ-2 સ્ટ્રેન શું છે ?

ડેન્ગ્યુ ટાઈપ-2 એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે. ડેન્ગ્યુ વાયરસમાં DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 સ્ટ્રેન છે, જેમાં DENV-2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે. દિલ્હીમાં ડેન્ગ્યુના 90 ટકાથી વધુ કેસ DENV-2 સ્ટ્રેનના છે. જેના કારણે દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હી સરકારે તમામ સરકારી એજન્સીઓ સહિત સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.

જોરદાર તાવ
ગંભીર માથાનો દુખાવો
સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
ઉબકા આવવા
ઉલટી થવી
ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
ગંભીર નબળાઇ આવવી
આંખોની પાછળના ભાગમાં દુખાવો

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો

ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.
પાણીની ટાંકી ઢાંકીને રાખો.
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.
મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.
મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.
મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.
તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે

ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)  થઈ શકે છે.  જે કારણે  ડેન્ગ્યુ હેમરેજિક તાવ  થઈ શકે છે અને  રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget