શોધખોળ કરો

Rajkot: 15મીથી ખંડેરી મેદાનમાં રમાશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ, કઇ-કઇ ટીમો આમને સામને ટકરાશે ?

ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર મળ્યા છે, આગામી દિવસોમા રાજકોટના ખંડેરી મેદાનમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની શરૂઆત થવા જઇ રહી છે.

Rajkot: ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર મળ્યા છે, આગામી દિવસોમા રાજકોટના ખંડેરી મેદાનમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની શરૂઆત થવા જઇ રહી છે. ડિટેલ્સ અનુસાર, આગામી 15મી જુનથી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો શુભારંભ થશે, અને 24મીએ ફાઇનલ સાથે સમાપણ થશે. આ લીગ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ એટલે કે ખંડેરી મેદાનમાં રમાશે. આ લીગમાં કુલ પાંચ ટીમો આમને સામને ટકરાશે, આમાં સોરઠ, હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ અને કચ્છની ટીમો ભાગ લઇ રહી છે. આ લીગની ફાઇનલ મેચ 24મીએ રમાશે. 

WTC Final: પ્રથમ સદી ફટકારી ટ્રેવિસ હેડે રચ્યો ઇતિહાસ, આક્રમક બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાની સ્થિતિ કરી મજબૂત

WTC Final, Travis Head:  લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાએ કબજો જમાવી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 3 વિકેટે 327 રન બનાવ્યા છે. જેમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા બેટ્સમેન ટ્રેવિસ હેડે અત્યાર સુધી અણનમ 146 રનનું યોગદાન આપ્યું છે.

ફાઇનલમાં પ્રથમ સદી ફટકારી

ટ્રેવિસ હેડ WTC ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. લંચ પછી એટલે કે બીજા સેશનમાં 25મી ઓવરમાં માર્નસ લાબુશેનની વિકેટ પડ્યા બાદ હેડ ક્રિઝ પર આવ્યો હતો. તેણે મેદાન પર ઉતરતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસના અંત સુધીમાં હેડે 156 બોલમાં 22 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 146 રન ફટકાર્યા હતા. હેડે 65મી ઓવરમાં 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. હેડે વિદેશી ધરતી પર આ પ્રથમ ટેસ્ટ સદી હતી.

ભારતીય ઝડપી બોલરો પ્રથમ દિવસે કંઈ ખાસ કરી શક્યા ન હતા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રથમ દિવસે ફાસ્ટ બોલરો બહુ અસરકારક સાબિત થઈ શક્યા ન હતા. ફાસ્ટ બોલરો માત્ર 3 વિકેટ જ લઈ શક્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 20 ઓવર નાંખી  જેમાં તેણે 77 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સિવાય શાર્દુલ ઠાકુરે 18 ઓવરમાં 75 રન આપીને 1 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજે 19 ઓવરમાં 67 રન આપીને 1 વિકેટ લીધી છે. આ રીતે ઝડપી બોલરો પ્રથમ દિવસે કંઈ ખાસ કરી શક્યા ન હતા. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ અણનમ 146 અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવીને પરત ફર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Embed widget