શોધખોળ કરો

Congress: લોકસભા માટે કોંગ્રેસની તૈયારીઓ શરૂ, કાર્યકર્તાઓમાં જોશ ભરવા શક્તિસિંહની હાજરીમાં ત્રણ દિવસ રાજકોટમાં યોજાશે વર્કશૉપ

આગામી દિવસોમાં રાજકોટમાં કોંગ્રેસ સેવાદળની શિબિર યોજાશે, આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં આવશે,

Rajkot: આગામી લોકસાભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે, આગામી 2024 લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ બનેલા શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓમાં નવો જોશ ભરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. 

માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં રાજકોટમાં કોંગ્રેસ સેવાદળની શિબિર યોજાશે, આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં આવશે, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના કાર્યકરો માટે ત્રણ દિવસનો વર્કશોપ પણ યોજાશે. જેમાં શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પણ હાજર રહેશે. ખાસ વાત છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસ સેવાદળને સંગઠિત કરવાની કવાયત છે. આવતા સપ્તાહમાં સંભવિત મીટીંગનું પણ આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની વધુમાં વધુ બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. હાલમાં જ પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહને જવાબદારી સોંપવામાં આવી છે. 

આખરે આમ આદમી પાર્ટીના નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી

આખરે પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ફરી જોડાયા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા સાગઠિયાએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાજકોટના જ કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફર્યા હતા પરંતુ વશરામ સાગઠિયા આપમાં જ રહ્યા હતા. જો કે, આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, અમારા પરિવારમાં સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાય એવા રાજકોટમાંથી આગેવાનો જોડાયા છે. કોંગ્રેસ પક્ષ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નહિ ગુજરાતના હિત માટે અમે આગળ વધી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આવે એનું સૌ કોઈનું સ્વાગત છે. આપવાનું હશે ત્યારે પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને પક્ષ આપશે. વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, વશરામ સાગઠિયા તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યની બેઠકમાંથી વશરામ સાગઠીયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Vidhan Sabha: રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલFire at Porbandar: પોરબંદરમાં બાવળના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બનીGir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Embed widget