Rajkot Suicide: પ્રેમી પંખીડાએ શરીર પર બ્લેડના ઘા મારીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, યુવતીનું મોત- યુવક ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં વધુ એક ચોંકવનારો આત્મહત્યાની પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. એકબીજાના પ્રેમમાં આંધળા બનેલા પ્રેમી પંખીડાએ પોતાની જાતે જ બ્લેડના ઘા મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે
Rajkot Suicide News: રાજ્યમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઇ રહ્યાં છે, હાલમાં જ રાજકોટમાં એક પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં આવેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં આ પ્રેમી પંખીડાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં યુવતીનું મોત થયુ છે, તો વળી, પ્રેમી યુવકને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ આત્મહત્યાની કોશિશના કેસમાં હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં વધુ એક ચોંકવનારો આત્મહત્યાની પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. એકબીજાના પ્રેમમાં આંધળા બનેલા પ્રેમી પંખીડાએ પોતાની જાતે જ બ્લેડના ઘા મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ શહેરમાં ગઇકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ઘટના ઘટી, અહીં આવેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં પ્રેમી પંખીડા યુવક અને યુવતીએ સાથે જીવવા અને સાથે મરવા માટે પ્રણ લીધા હોય તેમ, જાતે જ પોતાના શરીર પર બ્લેડના ઘા મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, આ આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત નીપજ્યુ હતુ, તો વળી, પ્રેમી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ખાસ વાત છે કે, આ પ્રેમી પંખીડાને પ્રેમમાં ડર હતો કે, બન્નેને આ સમાજ એક નહીં થવા દે, આ કારણોસર બન્નેએ સાથે મરવાનું નક્કી કર્યુ હોય તેમ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ આત્મહત્યાની પ્રયાસના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
વરાછામાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના, 13 વર્ષની પુત્રી પર સાવકા પિતાનું દુષ્કર્મ
ડાયમંડ નગરી સુરતના વરાછામાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. 13 વર્ષની પુત્રી પર સાવરા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. શારીરિક છેડછાડ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. બાળકીએ માતાને વાત કહેતા આખો મામલો સામે આવ્યો હતા. માતા એ સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાવકા પિતા આરોપી રામેશ્વર કુશવાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ મૂળ બિહારની વતની મહિલા હાલમાં સુરતના વરાછા પોલીસ મથક હદ વિસ્તારમાં રહે છે અને સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે તેનો પહેલા પતિ થકી તેને બે દીકરીઓ છે પહેલો પતિ અન્ય યુવતી સાથે ભાગી જતા મહિલા સુરત રહેવા આવી ગયી હતી આ દરમિયાન મહિલાનો પરિચય એમ્બ્રોડરીમાં કામ કરતા રામેશ્વર આશારામ કુશવાહ સાથે થતા 10 વર્ષ અગાઉ તેની સાથે લગ્ન કરી લીધા હતા
10 વર્ષના લગ્ન ગાળા દરમિયાન તેને 7 અને 4 વર્ષના બે પુત્રો પણ છે આમ અગાઉના પતિની બે દીકરી અને હાલના પતિના બે પુત્રો સાથે તેઓ રહેતા હતા. આ દરમિયાન સાવકા પિતા રામેશ્વર આશારામ કુશ્વાહએ 13 વર્ષની પુત્રી પર દાનત બાગડી હતી અને રાત્રીના સમયે અગાઉ 4થી 5 વાર દુષ્કર્મ કર્યું હતું તેમજ માસુમ બાળકી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આ અંગેની જાણ પત્નીને થતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી આખરે આ સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે આરોપી એવા સાવકા પિતાની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી બે સંતાનની 42 વર્ષીય માતાને ત્યાં ઘણા સમયથી આર્થિક તંગી રહેતી હોય તેણે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા અને મેડીકલ રીપ્રેઝન્ટેટિવની નોકરી સાથે કર્મકાંડી બ્રાહ્મણ તરીકે પણ કામ કરતા રાહુલ દિનેશભાઈ પંડયાને સવા ત્રણ વર્ષ અગાઉ વાત કરી હતી.રાહુલ પરિણીતાના ઘરે આવ્યો હતો અને ઘરનું વાસ્તુ જોઈ કહ્યું હતું કે ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે.રાહુલ ત્યાર બાદ વિધી કરવાના બહાને મગના અને અડદના દાણા લાવ્યો હતો અને પરિણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઉભી રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહી કીસ કરવાની કોશીશ કરી હતી. પરિણીતાએ તેમ કરવા ઈન્કાર કરતા રાહુલે વિધી પુરી જ કરવી પડશે અને જો તું આ વિધી પુરી નહિં કરે તો તારો પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેમ કહી બાદમાં તે પરિણીતાનો પતિ કામ ઉપર ગયો હોય ત્યારે અને બંને બાળકો સ્કુલે ગયા હોય ત્યારે વિધી કરવાના બહાને ઘરે આવતો હતો.રાહુલે પરિણીતાને પતિને ડિવોર્સ આપવા કહી તેમજ જો ડિવોર્સ નહી આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.