Rajkot: રાજકોટમાં 7 હૉટલો પર મોટી કાર્યવાહી, આ હૉટલો કયા નિયમોનો કરી રહી હતી ભંગ, જાણો
શહેરની 7 મોટી હૉટલોએ રાજકોટમાં બહાર પડાયેલા જાહેરનામાનો ભંગ કર્યો હોવાની વાત સામે આવી છે
![Rajkot: રાજકોટમાં 7 હૉટલો પર મોટી કાર્યવાહી, આ હૉટલો કયા નિયમોનો કરી રહી હતી ભંગ, જાણો Rajkot: tantra big action on seven hotels in rajkot city due to insufficient details of customers Rajkot: રાજકોટમાં 7 હૉટલો પર મોટી કાર્યવાહી, આ હૉટલો કયા નિયમોનો કરી રહી હતી ભંગ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/05/19930e079acc517ef47632fb2547a1a9168594456793677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot: રાજકોટમાં 7 મોટી હૉટલો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શહેરની 7 મોટી હૉટલોએ રાજકોટમાં બહાર પડાયેલા જાહેરનામાનો ભંગ કર્યો હોવાની વાત સામે આવી છે. તંત્ર દ્વારા આ સાતેય હૉટલો પર કરવામાં આવેલી કાર્યવાહી હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બની છે. માહિતી પ્રમાણે, તંત્રએ જાહેરનામાનો ભંગ કરવા બદલ શહેરમાં કનકરોડ, કરણપરા અને બસ સ્ટેન્ડની આસપાસ આવેલી હૉટલોમાંમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકોની વિગતો પથિક સૉફ્ટવેરમાં ના ચડાવતાં તેમજ રજિસ્ટર અને સીસીટીવીનું રેકોર્ડિંગ ના રાખવા બદલા આ તમામ હૉટલો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. આમાં હૉટલ જ્યોતિ, હૉટલ એમ્પાયર, હૉટલ યૂરોપા, હૉટલ ભક્તિ સહિતની અન્ય હૉટલો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
મજૂરીકામ કરી ઘરે પરત ફરેલા 18 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ
જેતપુર: તાલુકાના જૂની સાંકળી ગામમાં હાર્ટ એટેકની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જૂની સાંકળી ગામમમાં 18 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. યુવકને હાર્ટ એટેક આવતા ઘરે જ મોતને ભેટ્યો હતો. 18 વર્ષીય યુવક મજૂરીકામ કરી ઘરે પરત ફરી સ્નાન કરવા જતા એટેક આવ્યો હતો. યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતેનાં હાજર તબીબે હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જૂની સાંકળી ગામના સિંગલ હાર્દિક અતુલભાઈનું અવસાન થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. નાની ઉંમરમાં એટેકના બનાવ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે.
કારમાં દારૂની હેરાફેરી કરતા હતા 2 આર્મીના જવાન
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરા પોલીસ દ્વારા 2 આર્મી મેનને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આર્મીમેન નવસારી ખાતેના બેઝ કેમ્પમાં આ દારૂનો જથ્થો લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ લાવવા પર પ્રતિબંધ છે જેને લઇને પોલીસ અવારનવાર બુટલેગરોને તો પકડે જ છે પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે પ્રોહિબિશનને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આર્મીના બે જવાનોને કુલ 76 હજારના દારૂ સાથે ઝડપી પડ્યા છે. વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાનને દબોચી લેતા ચકચાર જાગી છે. જેની પૂછપરછમાં જવાનોએ પાર્ટી માટે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આર્મીના જવાનો દારુની હેરાફેરી કરતા ઝડપાયા બાદ તેમને ડુંગરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કારમાંથી દારુનો જથ્થો ઝડપાયા બાદ આ ઘટનાને લઈ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
દારૂની કિંમત કુલ 76,800 રૂપિયા થાય છે
ડુંગરા પોલીસના કોન્સ્ટેબલની બાતમીના આધારે સલવાઓ ખાતે મારુતિ કારમાં દારૂ લઈ બે ઈસમો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેને લઈને કાર આવતા તેમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ પ્રકારનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત કુલ 76,800 રૂપિયા થાય છે. બંને પકડાયેલ આર્મીના જવાન ગણેશ સોમનાથ લાંગડે અને અર્જુન ભાવસાહેબ સોમવંશી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)