(Source: ECI/ABP News/ABP Majha)
નેશનલ ટીચર એવોર્ડ માટે ગુજરાતની કઇ શિક્ષિકાની થઇ પસંદગી, જાણો શિક્ષણ ક્ષેત્રે કેવા કર્યાં શ્રેષ્ઠ કાર્યો
નેશનલ ટીચર્સ એવોર્ડ માટે દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમા રાજકોટના વિનોબા ભાવે સ્કૂલના આચાર્યની પણ પસંદગી થઇ છે.
રાજકોટ:નેશનલ ટીચર્સ એવોર્ડ માટે દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમા રાજકોટના વિનોબા ભાવે સ્કૂલના આચાર્યની પણ પસંદગી થઇ છે.
નેશનલ ટીચર્સ એવોર્ડ માટે દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમા રાજકોટના વિનોબા ભાવે સ્કૂલના આચાર્યની પણ પસંદગી થઇ છે. વિનોબા ભાવે સ્કુલના આચાર્ય વનીતાબેન રાઠોડને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળશે.
સૌરાષ્ટ્ર માટે આ ગૌરવ વઘારનાર ઘટના છે. રાજકોટના મહિલા શિક્ષકની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. વિનિતા બેન રાઠોડ કે જેઓ રાજકોટની વિનોબા ભાવે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને નેશનલ ટીચર એવોર્ડ અનાયત કરાશે.
વિનોબા ભાવે સ્કુલના આચાર્ય વનિતાબેન રાઠોડને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળશે.
ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશમાંથી 44 શિક્ષકોની આ અવોર્ડ માટે પસંદગી કરાઇ છે. જેને કોરોનાકાળ દરમિયાન શિક્ષણની ઉત્તમ કામગીરી કરી છે. વનિતા બેન રાઠોડે પણ કોરોનાકાળમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની કામગીરી બજાવી હતી. તેઓની કામગીરી 2012માં સામે આવી હતી. કોરોના કાળમાં તેઓ વિદ્યાર્થીઓને વીડિયો બનાવીને અને યૂટ્યૂબ વીડિયો દ્રારા ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાનું કામ કરતા હતા. આ સેવા તેમની અવિરત આજે પણ ચાલું છે. પહેલા તેમની પાસે આવા શાળામાં 300 વિદ્યાર્થીઓ હતા આજે 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોના કાળમાં શાળા બંધ થઇ જતાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર શિક્ષકોને મોદી સરકાર સન્માનિત કરશે. મોદી સરકાર દ્રારા દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરાઇ છે. જેમાંથી રાજકોટના વિનોબા સ્કૂલના આચાર્ય વનિતા બેન રાઠોડની પસંદગી થતાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે આ ગૌરવની ક્ષણ છે. વિનોબા ભાવે સ્કૂલના આચાર્ય વનિતા બેને કોરોનાની મહામારીમાં યુટ્યૂબ વીડિયો અને અનેક માધ્યમથી બાળકોને ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાનું શ્રેષ્ઠ કામ કરી રહ્યાં છે. તેમની આ ઉદાત સેવાને ધ્યાનમાં લેતા મોદી સરકાર દ્રારા નેશનલ ટીચર્સ અવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે અપાશે.