શોધખોળ કરો

Rajkot : પિયર આવેલી યુવતીને યુવક સાથે હતા શરીર સંબંધ, 5 વર્ષનો પુત્ર શરીર સુખ માણવામાં નડતો તેથી કરી હત્યા ને......

પિયર રાજકોટ આવેલી યુવતી અવાર-નવાર પ્રેમી સાથે રંગરેલિયા મનાવવા માટે જતી હતી. જોકે, આ પ્રેમસંબંધમાં તેને પોતાનો પાંચ વર્ષનો પુત્ર નડતરરૂપ હતો. જેથી પરિણીતાએ પ્રેમીને પામવા પોતાના પાંચ વર્ષના દીકરાને ઝેરી ટીકડા ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અનો ગોંડલ પાસે ખાડો ખોદી દાટી દીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 

રાજકોટઃ ગોંડલની પરિણીતાને પોતાના પિયર રાજકોટમાં એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. પિયર રાજકોટ આવેલી યુવતી અવાર-નવાર પ્રેમી સાથે રંગરેલિયા મનાવવા માટે જતી હતી. જોકે, આ પ્રેમસંબંધમાં તેને પોતાનો પાંચ વર્ષનો પુત્ર નડતરરૂપ હતો. જેથી પરિણીતાએ પ્રેમીને પામવા પોતાના પાંચ વર્ષના દીકરાને ઝેરી ટીકડા ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અનો ગોંડલ પાસે ખાડો ખોદી દાટી દીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના માંડાડુંગરની યુવતીના ગોંડલ ખાતે લગ્ન થયેલા છે અને આ લગ્નથી તેને પાંચ વર્ષનો પુત્ર પણ છે. ગત ફેબ્રુઆરી મહિનામાં યુવતી પોતાના પિયર આવી હતી. અહીં તે પોતાના પ્રેમીને અવાર-નવાર મળવા માટે જતી હતી. પરંતુ આ પ્રેમસંબંધમાં પુત્ર બાધા બનતો હતો. આથી બંનેએ દીકરાને મારી નાંખવાનો પ્લાન ઘડ્યો હતો. 

આ પ્લાન પ્રમાણે, યુવતીએ પોતાના જ પાંચ વર્ષના દીકરાને ઝેરી ટીકડા ખવડાવીને મારી નાંખ્યો હતો. તેમજ લાશને ગોંડલ પાસે લઈ જઈને દાટી દીધો હતો. તેમજ કંઈ જ ન બન્યું હોય તેમ બંને પોતપોતાના ઘરે ચાલ્યા હતા. આ ઘટનાના દોઢ મહિના પછી અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી અને એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પુત્રની હત્યા કરી લાશ ગોંડલ પાસે દાટી દીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

ગોંડલ પોલીસે આ નનામી અરજી સંદર્ભે પરિણીતા અને તેના પ્રેમી સહિતના શખ્સોની પૂછપરછ કરતાં અરજી સાચી સાબિત થઈ હતી. આથી મોરબી પોલીસે રાજકોટ આજી ડેમ પોલીસને જાણ કરતાં જ્યાં લાશ દાટી દેવામાં આવી હતી, ત્યાં તપાસ કરવા જણાવ્યું છે. 

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, લાશ જ્યાં દાટી છે, ત્યાંથી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે તેમજ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરે તેવી સંભાવનાઓ સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Ahmedabad : રીસોર્ટની રીસેપ્શનિસ્ટ સાથે વેઈટરે ગેસ્ટ હાઉસમાં બાંધ્યા શરીર સંબંધ, જાણો બીજે ક્યાં ક્યાં લઈ જઈને બાંધ્યા શરીર સંબંધ ને પછી.....

અમદાવાદઃ શહેરના સૈજપુર બોઘામાં રહેતી અને ગાંધીનગરના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને તેની સાથે જ નોકરી કરતાં વેઇટર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્નેએ ગાંધીનગરની એક હોટલમાં શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવકે પ્રેમિકાના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. તેમજ આ ફોટા બતાવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

19 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે વર્ષ 2018થી 2019 દરમિયાન  ગાંધીનગરના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. આ સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. યુવતીને તેની સાથે કામ કરતાં રિસોર્ટની કેન્ટીનના વેઇટર સાથે થયેલા પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. 

ગત 18મી ઓક્ટોબર 2018ના રોજ બંને ગાંધીનગરના સેક્ટર 16માં આવેલા ગેસ્ટ હાઉસમાં ગયા હતા અને અહીં બંનેએ શરીરસુખ માણ્યું હતું. જોકે, આ સમયે યુવકે યુવતીની અશ્લીલ તસવીરો લઈ લીધી હતી. આ પછી 23મી ઓકટોબરે બપોરે યુવક પ્રેમિકાને ફરીથી પૂર્ણિમા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી 19મી જાન્યુઆરી 2019ના રોજ યુવક યુવતીને એક્ટિવા ઉપર બેસાડી થલતેજની એક હોટલમાં લઈ ગયો હતો અને અહીં પણ બંનેએ શરીરસંબંધ બાંધ્યા હતા. 

યુવતીના અશ્લીલ ફોટા લીધા પછી નિરંતર યુવતી સાથે શરીરસુખ માણતો હતો. ગાંધીનગરની અન્ય એક હોટલમાં અલગ અલગ તારીખે 8થી 10 વાર સંબંધ બાંધ્યા હતા. અન્ય એક હોટલમાં પણ પાંચથી 6 વાર સંબંધ બાંધ્યા હતા. યુવતી પ્રેમી સાથે વાત કરતી હોવાથી યુવતીના માતા-પિતાને ખબર પડી ગઈ હતી. આથી તેમણે પ્રેમીને મળવા ઘરે બોલાવ્યો હતો. આ સમયે યુવકે લગ્ન માટે હા પાડી હતી. આ પછી યુવતીએ 31 માર્ચ 2019ના રોજ રિસોર્ટમાંથી રાજીનામું આપી નોકરી છોડી દીધી હતી.

યુવતી પુખ્ત થતાં તેણે પ્રેમીને લગ્નની વાત કરી હતી. તેમજ પ્રેમીને તેના માતા-પિતાને આ બાબતે જાણ કરવા પણ કહ્યું હતુ. આ પછી પ્રેમી દર રવિવારે યુવતીને મળવા તેના ઘરે જતો હતો અને યુવતીના જ ઘરમાં શરીરસંબંધ બાંધતો હતો. જોકે, છેલ્લા 10 દિવસથી પ્રેમિકા પ્રેમીને ફોન કરે તો સતત એન્ગેજ આવતો હતો. આ પછી અંતે પ્રેમીએ તેને મળવા બોલાવી હતી. તેમજ યુવકના મોબાઇલમાંથી એક નંબર પર શંકા જતાં તપાસ કરતાં અન્ય યુવતીનો હોવાનું અને તેની સાથે સગાઇ થવાની જાણ થતાં યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

આ પછી યુવકે ભાવી પત્નીને કોન્ફરન્સમાં રાખીને પ્રેમિકાને પોન કર્યો હતો. તેમજ તેની સાથે લગ્ન નહીં કરું અને થાય તે કરી  લેવા જણાવ્યું હતું. તેમજ તારે મરવું હોય તો મરીજા તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થતાં યુવતીએ માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. તેમજ પ્રેમી સાથે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારVegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !
PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !
Embed widget