શોધખોળ કરો
Advertisement
રાજકોટ મનપાની ગંભીર બેદરકારી, શહેરીજનોને 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ વાહનો ચલાવવા લગાવ્યા સાઈનબોર્ડ
મનપા દ્વારા શહેરના અલગ-અલગ મુખ્ય રાજમાર્ગો પર સ્પીડ લિમિટના સાઈન બોર્ડ લગાડવામાં આવ્યા છે. જોકે આ સાઈન બોર્ડમાં ગંભીર બેદરકારી સામે આવી છે.
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સાઈન બોર્ડને લઈ વધુ એક બેદરકારી સામે આવી છે. મનપા દ્વારા શહેરના અલગ-અલગ મુખ્ય રાજમાર્ગો પર સ્પીડ લિમિટના સાઈન બોર્ડ લગાડવામાં આવ્યા છે. જોકે આ સાઈન બોર્ડમાં ગંભીર બેદરકારી સામે આવી છે.
રસ્તા પર લગાવેલ બોર્ડમાં 40 KMPSનું ચિન્હ મુકવામાં આવ્યું છે એટલે કે પ્રતિ સેકન્ડ 40 કિલોમીટરની સ્પીડથી વાહનો ચલાવવા માટે સૂચનો લખવામાં આવ્યા છે. જો કે ના તો એ પ્રકારની ગાડીઓ આવે છે કે જે પ્રતિ સેકન્ડ 40 કિલોમીટર ચાલે ન તો રાજકોટના રાજમાર્ગો એવા છે કે પ્રતિ સેકન્ડ 40 કિલોમીટર વાહનો ચાલે.
મહત્વનું છે કે સ્પીડના સાઈન બોર્ડમાં સામાન્ય રીતે પ્રતિ કલાકનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે જોકે મનપાની ભૂલના લીધે કલાકની જગ્યાએ સેકન્ડનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે. મીડિયાના અહેવાલ બાદ મનપાના અધિકારીઓએ આ બોર્ડમાં થયેલ ભૂલને સુધારવા માટેના આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement