(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલીના આ 13 વર્ષના છોકરાનું વજન છે 140 કિલો, એક સાથે 7 રોટલા ખાઈ જતા સાગરની સારવાર માટે પરિવાર પાસે પૈસા નથી
સાગરનુ ભારેખમ શરીર થોડુ હળવુ થાય તે માટે પરિવારે તેના ભોજનમા ઘટાડો કર્યો છે.
ગુજરાતનું માત્ર 13 વર્ષની ઉંમરનો તરૂણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગોય છે. આ બાળકનું ચર્ચામાં આવવાનું કારણ તેનું વજન છે. માત્ર 13 વર્ષની ઉંમર ધરાવતા આ બાળકનું વજન 140 કિલો થઈ ગયું છે અને વજન મુદ્દે તે અનેક રેકોર્ડ તોડી રહ્યું છે. આ બાળક ખૂબ જ ગરીબ પરિવારનું હોવાથી ઘરના લોકો તેની સારવાર પણ નથી કરાવી શકતા.
રૂખડભાઇ કાળુભાઇ છેલ્લા 25 વર્ષથી ધારીના ખીચા ગામમા સ્થાયી થયા છે. પતિ પત્ની બંને મજુરીનુ કામ કરે છે. તેમનો 13 વર્ષનો પુત્ર સાગર વિશાળ કાયા ધરાવે છે. શરૂઆતમા જન્મ સમયે તો અન્ય બાળકની જેમ જ તેનુ શરીર નોર્મલ હતુ. પરંતુ પાછલા વર્ષોમાં અચાનક તેનુ શરીર વધવા લાગ્યુ અને ખોરાક પણ વધી ગયો. હાલમા તેનુ વજન 140 કિલો કરતા વધી ગયુ છે. જેના કારણે તરૂણાવસ્થામા જ આ બાળકને હલનચલન તથા રોજીંદી દીનચર્યામા તકલીફ પડી રહી છે.
પરિવારજનોના કહેવા પ્રમાણે તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નથી માટે તેઓ પોતાના બાળકની વધી રહેલી માગણી પૂરી નથી કરી શકતા. તેઓ પ્રયત્ન પૂરતો કરે છે પરંતુ બાળકની ડિમાન્ડ પૂરી કરવી સંભવ નથી બની રહ્યું. સાગર માત્ર 13 વર્ષની ઉંમરે દિવસમાં બાજરાના 7 મોટા મોટા રોટલા ખાઈ જાય છે.
સાગરનુ ભારેખમ શરીર થોડુ હળવુ થાય તે માટે પરિવારે તેના ભોજનમા ઘટાડો કર્યો છે. અગાઉ આ તરૂણ દિવસમા ત્રણ વખત જમતો હતો. પરંતુ હવે બે વખત જમે છે. આમ છતા તેના વજનમા કોઇ ફર્ક પડ્યો નથી.
સાગરના પિતા ખેડૂત છે અને તેમની આવક સંપૂર્ણપણે ખેતી પર જ નિર્ભર છે. સાગરના પરિવારે સરકારને સાગરની મદદ કરવા અને સમયસર યોગ્ય સારવાર અપાવવા વિનંતી કરી છે. એવા અનેક કેસ છે જેમાં વધતા વજનને કંટ્રોલ કરવામાં આવ્યું હોય. તેવામાં સાગરનો પરિવાર પણ બાળકને યોગ્ય સારવાર મળી જાય તો તેનું વજન વધવાનું અટકે તે આશામાં છે.
ચાઈલ્ડ ઓબેસિટીના કારણે સાગર બાળક હોવા છતાં પણ તેની ઉંચાઈ અને તેનુ શરીર વધી રહ્યુ છે. પોતાના શરીરન આવા કષ્ટદાયક ફેરફારથી સાગર ખુદ પરેશાન છે પરંતુ છતાં તે હસી રહ્યો છે જેમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે.