શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાએ મચાવ્યો કાળો કહેરઃ ગઈ કાલે 70 પછી આજે નવા 35 કેસ નોંધાયા
રાજકોટમાં સારવાર લઈ રહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના 12 લોકોના મોત થયા છે.
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે રાજકોટ શહેરમાં વધુ 35 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગઈ કાલે પણ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 70 કેસ નોંધાયા હતા. નવા 35 કેસ સાથે રાજકોટમાં કોરોનાના કુલ કેસ 1413 થઈ ગયા છે. તેમજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના 12 લોકોના મોત થયા છે.
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આજે એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલોમાં 12ના મોત થયા છે. આજે સવારે રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 9 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત મોત થયું છે. આ પછી વધુ બે લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી 949 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1090 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion