શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ વધુ 49 કેસ નોંધાયા
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ છે. આજે રાજકોટ શહેરમાં વધુ 49 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ છે. આજે રાજકોટ શહેરમાં વધુ 49 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં કોરોનાનો કુલ આંક 1548 પહોંચ્યો છે. રાજકોટમાં રિકવરી રેઈટ 47.67 ટકા થયો છે. અત્યાર સુધીમાં 738 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટમાં 3, જુનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, પાટણમાં 1 મળી કુલ 23 લોકોના મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 187, અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, સુરતમાં 50, જામનગર કોર્પોરેશમાં 45, અમરેલીમાં 30, કચ્છમાં 27, ભાવનગર કોર્પોરેશનમાં 26 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈ કાલે કુલ 1046 દર્દી સાજા થયા હતા અને 24,374 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,79,213 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement