શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોરબીઃ હળવદના દંપતીને થયો કોરોના, કેવી રીતે લાગ્યો બંનેને ચેપ? જાણો વિગત
હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. વાંકાનેરના વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
મોરબીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમુક જિલ્લાઓમાં અને ખાસ કરીને ગામડાઓમાં કેસો નહોતો. જોકે, લોકડાઉન ખૂલતા લોકોની અવર-જવર શરૂ થતાં હવે આવા વિસ્તારોમાં પણ કોરોનાના કેસો આવી રહ્યા છે. આવા જ બે કેસ મોરબી જિલ્લામાં નોંધાયા છે. હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમદવાદ રહેતા પોતાના દીકરાને ત્યાં અવર-જવર કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગઈ કાલે અમદાવાદની ખાનગી લેબમાં દંપતીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને દર્દી હાલ અમદાવાદ પોતાના ઘરે જ સારવારમાં હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી છે.
આ સિવાય આજે વાંકાનેરના વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા વૃદ્ધને કોરોના થયો છે. આરોગ્ય વિભાગ દોડી જઈને કામગીરી હાથ ધરી છે. મોરબી જીલ્લામાં આજે ૩ કેસ આવ્યા છે. આમ, મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંક ૧1એ પહોંચ્યો છે. મોરબી જીલ્લામાં સતત ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થઇ ચુક્યું છે, તો ૪ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion