શોધખોળ કરો

Rajkot: 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મોત મામલે ડોક્ટરોના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં બે વિદ્યાર્થીઓના મોત થવાની ઘટનાએ ડોક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે.

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં બે વિદ્યાર્થીઓના મોત થવાની ઘટનાએ ડોક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે. નાના બાળકોના મોત મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બની રહ્યા છે. ગઇકાલે રાજકોટના લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 12નો વિદ્યાર્થી મુદીત અક્ષય નળિયાપરા અચાનક ક્લાસમાં બેભાન થઇને ઢળી પડ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.

Rajkot: 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મોત મામલે ડોક્ટરોના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડોક્ટરોના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મુદીતનું મૃત્યુ હાર્ટમાં ખામીના કારણે થયું હતું. હાર્ટની એક દીવાલ પાતળી અને બીજી દીવાલ જાડી હોવાની પણ વાત ડોક્ટરોના રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. ડોક્ટરોએ આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યો હતો. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ રાજકોટના રીબડા ગામે ધોરણ 10માં અભ્યાસ કરતા હતો વિદ્યાર્થી પણ અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને નાનપણથી હાર્ટનો ભાર વધવાની બીમારી હતી. હૃદય વધુ ભારવાળું થયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જે વિદ્યાર્થીઓના મૃત્યુ થાય તેને સિવિલના ડોક્ટરો હાર્ટમાં ખામીઓ કહી રહ્યા છે. આ મામલે લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધનીય છે કે ગઇકાલે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા 17 વર્ષીય મુદીત અક્ષય નળિયાપરા નામના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું હતું. વિદ્યાર્થી ચાલુ ક્લાસે અચાનક ઢળી પડ્યો હતો. તેને બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.

થોડા દિવસ અગાઉ રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.                                                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget