શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં મ્યુકરમાઇકોસિસનો આતંક, સિવિલમાં સર્જરી માટે 350 દર્દીઓનું વેઇટિંગ
દાખલ દર્દીમાંથી 400 કરતા વધુ દર્દીઓને આંખમાં અસરો થઈ છે. જ્યારે 7 ટકા દર્દીને મગજમાં ફૂગ પહોંચી છે.
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનો આતંક જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ કિવિલમાં દાખલ થાય છે. રાજકોટમાં હાલમાં મ્યુકરમાઈસિસના 680 જેટલા દર્દીઓ દાખલ છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં 250 જેટલા દર્દીઓના ઓપરેશન થયા છે.
જોકે આટલા ઓપરેશન થવા છતાં છેલ્લા 10 દિવસથી 350 જેટલા દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં છે. સર્જનોની મર્યાદિત સંખ્ખાના કારણે સિવિલ હોસ્પિટલમાં તબીબો સતત 12 કલાક ઓપરેશનની કામગીરી કરે છે છતાં વેઇટિંગ ઘટતું નથી.
રાજકોટમાં દાખલ દર્દીમાંથી 400 કરતા વધુ દર્દીઓને આંખમાં અસરો થઈ છે. જ્યારે 7 ટકા દર્દીને મગજમાં ફૂગ પહોંચી છે.
આ મ્યુકરમાયકોસિસના રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યા છે તેની વિગતો આ મુજબ છે.
- રાજ્યભરમાં મ્યુકરમાયકોસિસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.
- વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે જયારે ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.
- આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.
- આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.
- એટલું જ નહીં, નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૫૯.૦૦% દર્દીઓને ડાયાબીટીસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે.
- ૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion