શોધખોળ કરો

Gujarat Rain: રાજકોટના આ ગામમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, અનાજ સાહિતની ઘરવખરી પલળી ગઈ

Gujarat Rain: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા.

Gujarat Rain: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. તલંગણા ગામે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ સાહિતની તમામ ઘરવખરી પલળી ગઈ હતી. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.  રોડ રસ્તાઓમાં ડામર ઉખડી જતા ભારે નુકશાની થઈ છે.

Gujarat Rain: રાજકોટના આ ગામમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, અનાજ સાહિતની ઘરવખરી પલળી ગઈ

તો બીજી તરફ ઉપલેટા તાલુકાના સમઢીયાળા અને તલંગણા વચ્ચેનો કોજવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસના પાણીના પ્રવાહને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ,એરંડા,મગફળી,સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વાવેતર કરેલ પાકનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડી છે. વહેલીતકે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.  

રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર 

આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટના ગોંડલમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. 

ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બન્યા નદી

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
Embed widget