શોધખોળ કરો

Rajkot: લેઉવા પાટીદાર સમાજે શું કરી અનોખી પહેલ, જાણો વિગત

રાજકોટ સૌરાષ્ટ્ર યુવા લેઉવા પટેલ યુવક સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ કરાશે.

Rajkot: રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. લગ્ન પહેલા યુવક અને યુવતીઓની કુંડળીને બદલે હવે ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર યુવા લેઉવા પટેલ યુવક સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ કરાશે.

લગ્ન પહેલા વરવધુઓના ડીએમઆઇ ટેસ્ટ કરવામાં આવશે.10 આંગળીઓના ફિંગર પ્રિન્ટ ચેક કરી રિપોર્ટ તૈયાર કરાશે. 46 પાના નો એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટમાં સારી ખરાબ બાબતોનો ઉલ્લેખ કરાશે. યુવક-યુવતિના પસંદ, ના પસંદનો પણ રિપોર્ટ કરાશે. રિપોર્ટ આવ્યા બાદ યુવક-યુવતિના માતા પિતા ચર્ચા વિચારણા કરી શકશે.

રાજકોટ-ભાવનગર હાઇવે પર બંધ ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ કાર

રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળકનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સરધારના હલેન્ડા પાસે અકસ્માત સર્જાયો છે. બંધ ટ્રક પાછળ ઇક્કો કાર ધડાકાભેર ઘૂસી જતાં 11 વર્ષીય હર્ષિલ ચૌહાણનું ઘટના સ્થળે મોત થયું હતું. 4 લોકો ને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમરેલીનો ચૌહાણ પરિવાર રાજકોટ લગ્ન પૂર્ણ કરી પરત અમરેલી જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.

આજે ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.  તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી છે. તો ત્રણ મેએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદ રહેશે.

તો ચોથી મેએ અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. પવન ફૂંકાવાને લઈ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચના આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget